SURAT

સુરતમાં મનપાની કચરાની ગાડીના ડ્રાઈવરે અડફેટે લેતા આધેડનું મોત

સુરત: (Surat) પાંડેસરા વિસ્તારમાં ભેસ્તાન સિદ્ધાર્થનગર નહેર (Canal) પાસે અકસ્માતમાં (Accident) આધેડનું મોત થયું હતું. જેમાં જેમાં સુરત મહાનગર પાલિકાની (Surat Municipal Corporation) કચરા ગાડીના ડ્રાઇવરે (Driver) ગાડી પુરઝડપે અને બેદરકારીથી ચલાવીને આધેડને અડફેટે લેતા આધેડનું મોત નિપજ્યું હતું.

  • ભેસ્તાનમાં મનપાની કચરાની ગાડીના ડ્રાઈવરે અડફેટે લેતા આધેડનું મોત
  • પાંડેસરા વિસ્તારમાં ભેસ્તાન સિદ્ધાર્થનગર નહેર પાસે અકસ્માત
  • આધેડ ડાઇંગ મિલમાં કામ કરી પરિવારનું ભરણપોષણ કરતા હતા

નવી સિવિલ હોસ્પિટલ અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર પાંડેસરા વિસ્તારમાં આવેલા  ભેસ્તાન ખાતે મારૂતિનગરમાં રહેતા રામચન્દ્ર શ્રીરામ યાદવ(૫૦ વર્ષ) ડાઇંગ મિલમાં કામ કરી પરિવારનું ભરણપોષણ કરતા હતા. રામચન્દ્ર ગઈકાલે સવારે પગપાળા ડાઇંગ મિલમાં કામ પર જતા હતા. તેઓ દ્ધાર્થનગર પાસે આવેલ ડમ્પ યાર્ડ પાસેથી પસાર થતા હતા તે સમયે સુરત મહાનગર પાલિકાની પાલિકાની કચરા ગાડીના ડ્રાઈવરે પોતાનું વાહન પૂરઝડપે અને બેદરકારીથી ચલાવીને રામચંદ્રને અડફેટમાં લીધા હતા. સર્જાયેલા અકસ્માતમાં માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્રો અને એક પુત્રી છે. અકસ્માત સર્જીને નાસી  છૂટેલા એસએમસીના અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પાંડેસરા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઉધનામાં બાઇકરે અડફેટે લેતા રાહદારીનું મોત
ઉધના વિસ્તારમાં ચાલતા જતા રાહદારીને અજાણ્યા બાઈક સવારે અડફેટે લેતા સારવાર દરમિયાન છટ્ઠા દિવસે મોત નિપજ્યું હતું. ઉધના પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના અમેઠીના વતની જયપ્રકાશ નંદલાલ કશ્યપ( 48 વર્ષ) હાલમાં ઉધનામાં મફતનગરમાં રહેતા હતા. પરિવારમાં ત્રણ દિકરાઓ અને એક દીકરી છે. જયપ્રકાશ ઉધનાના ભાઠેના વિસ્તારમાં સંચા ખાતામાં નોકરી કરતા હતા. 5 મી માર્ચના રોજ સાંજે તેઓ નોકરી પરથી ઘરે જતા હતા. તેઓ ચાલતા-ચાલતા જીવનજ્યોત સિનેમા પાસેથી પસાર થતા હતા ત્યારે એક અજાણ્યા બાઇક સવારે તેમને અડફેટે લઈને નાસી ગયો હતો. જયપ્રકાશને ગંભીર ઇજા થઈ હતી. તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ત્યાં સારવાર દરમિયાન આજ રોજ તેમનું મોત નિપજ્યું હતું.ઉધના પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top