SURAT

સુરતની મેટ્રો ટ્રેનમાં પ્રવાસ માટે ટીકિટ ખરીદવી નહીં પડે, આ સિસ્ટમથી એન્ટ્રી મળશે!

સુરત: સુરત મેટ્રોની (Surat Metro) કામગીરી ધમધમી રહી છે. GMRC (ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન) દ્વારા કામગીરી પૂરજોશમાં ચાલુ રાખવા માટે એક પછી એક કામગીરીના ટેન્ડર (Tender) મંગાવવામાં આવી રહ્યાં છે. શહેરમાં 2024 સુધીમાં મેટ્રો રેલ દોડતી થઈ જશે તેવા અનુમાન સાથે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે સુરત મેટ્રોમાં મુસાફરી કરવા માટે શહેરીજનોએ ટિકીટ (Ticket) માટે સરળમાં સરળ વ્યવસ્થા કરવા માટે જીએમઆરસીએ ઓપન લુપ ટિકીટિંગ સિસ્ટમ (Open Loop Ticketing System) રાખવા માટેનું સૂચન આપ્યું હોવાનું જાણવામાં આવ્યું છે. જેથી સુરતીજનો સુરત મેટ્રોમાં મુસાફરી કરવા માટે કાર્ડની (Card) સાથે સાથે મોબાઈલ સ્કેનીંગથી (Mobile Scanning) પણ આસાનીથી મુસાફરી કરી શકશે અને સમયનો વ્યય નહી થાય.

  • સુરત મેટ્રોમાં ટોકનને બદલે ક્યુઆરકોડનો ઉપયોગ થશે
  • મેટ્રોમાં ઓટોમેટીક ફેર કલેક્શન સિસ્ટમ માટે ટેન઼્ડર ઇસ્યુ કરાયા
  • સુરત મેટ્રો માટે જીએમઆરસીએ ઓપન લુપ ટિકીટિંગ સિસ્ટમ માટેનું સૂચન મુક્યું
  • ક્યુઆર કોડ સ્કેન કરતાંની સાથે જ મેટ્રોના દરવાજા ખુલી જશે, ત્રણ મહિના પહેલા કોલકાતા મેટ્રોમાં આ સિસ્ટમની શરૂઆત થઇ છે.

જીએમઆરસી દ્વારા સુરત મેટ્રો માટે ઓપન લુપ ટિકીટિંગ સિસ્ટમ તેમજ ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ પીપીપી ધોરણે કરવા માટે ટેન્ડરો પણ બહાર પાડી દેવામાં આવ્યા છે. ઓપન લુપ ટિકીટ સિસ્ટમમાં કેટલીક વાર કાર્ડ શોધવાને બદલે સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ચૂકવણી કરવું શહેરીજનો માટે વધુ અનુકૂળ બની રહેશે. તેમજ ઓપન-લૂપ ટેક્નોલોજી સાથે વિવિધ ઉપકરણો દ્વારા ચુકવણી કરવી શક્ય બનશે. તેમજ જો પ્લાસ્ટિક કાર્ડ મોબાઇલ ઉપકરણ સાથે લિંક કરેલું હોય તો, મોબાઇલને ટેપ કરીને પણ ટિકીટ લઈ શકાશે.

QR કોડ સ્કેનથી સમયની બચત થશે, મેટ્રો માટે ટોકન નહીં લેવી પડે
મેટ્રો ટ્રાન્સપોર્ટનો ઉપયોગ સમગ્ર દેશમાં ઘણા શહેરોમાં કરવામાં આવે છે. ઘણા મેટ્રો શહેરોમાં મેટ્રો રેલ માટે હજુ પણ ટોકન સિસ્ટમનો ઉપયોગ કરતા લોકોને મુસાફરી દરમિયાન વિવિધ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અને લોકોનો લાઈનમાં ઉભા રહીને સમયનો બગાડ થાય છે. તેમજ રોકડની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ બધાને દૂર કરવા માટે હવે નવી સિસ્ટમ માટે જીએમઆરસી દ્વારા ક્યુઆર (QR કોડ) કોડ સ્કેનની સિસ્ટમ માટેનું સુચન કરવામાં આવ્યું છે.

મનપાએ બજેટમાં વન જર્ની- વન ટિકીટની જોગવાઈ કરી છે
મનપા દ્વારા શહેરમાં માસ ટ્રાન્સપોટ્રેશનને પ્રોત્સાહન આપવા માટે બસ સેવા તો શરૂ કરવામાં આવી છે. જેમાં સીટીબસ, બીઆરટીએસ, ઈ-બસ શરૂ કરાઈ છે. સાથે સાથે ઓટો રીક્ષા પ્રોજેક્ટ પણ લાગુ કરાયો છે. શહેરીજનોને લાસ્ટ માઈલ કનેક્ટીવીટી મળી રહે તે માટે બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન, બસ, રીક્ષા, બાઈસીકલ એક બીજા સાથે ઈન્ટરલીંક થાય તે રીતનું આયોજન કરાયું છે. અને એક જ કાર્ડ થકી તમામ ટ્રાન્સપોર્ટેશનમાં લાભ લઈ શકાશે તે રીતનું આયોજન કરાયું છે. એટલે કે, મેટ્રોમાં મુસાફરી કરવા માટે કાર્ડ સ્વાઈપથી પણ પેમેન્ટ કરી શકાશે.

Most Popular

To Top