સુરત: સુરતના (Surat) કાપોદ્રા (Kapodra) વિસ્તારમાં ધરતી નગર પાસે આવેલા તાપી (Tapi) ઓવારા પાસે બે યુગલએ ઝેરી (Position) દવા પી આપઘાત (Suicide) કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા પોલીસનો (Police) કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કબ્જે લઈ પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ધરતી નગર પાસેના તાપી નદીના કિનારે ઝાડીમાંથી એક યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.સવારે કોઈ અજાણ્યા વ્યક્તિએ લાશ જોઈ પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. જે બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસની પ્રથામિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને પ્રેમીપંખીડા હોય અને બંનેએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
કયા કારણોસર ઝેરી દવા પીધી તે અકબંધ
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ બંને યુવક અને યુવતી પ્રેમીપંખીડા હોવાનું તપાસમાં સામે આવ્યું છે પરંતુ તેઓ અહીં ક્યાંથી આવ્યા અને કયા કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી દીધું તે અંગે કાપોદ્રા પોલીસ તપાસ કરી રહી છે. કાપોદ્રા પોલીસે સ્થાનિક લોકોના નિવેદન લઈને મૃતદેહને પીએમ એર્થે ખસેડવામાં આવી છે. તાપી કિનારે પ્રેમી પંખીડાની લાશ જોતા સ્થાનિકો લોકો અનેક તર્ક વિતર્ક કરી રહ્યા છે.
પ્રેમી પંખીડાની લાશ પાસે થેલી મળી આવી
કાપોદ્રા વિસ્તારના નદી ઓવારા પાસેથી મળેલા મૃતદેહ સાથે પોલીસને એક થેલી પણ મળી આવી છે. હાલ તો પોલીસ આ યુવક અને યુવતી ક્યાંના છે અને કયા કારણોસર આપઘાત કર્યો, આ સાથે જ તેમની ઓળખ અંગે તપાસ કરી રહી છે. પોલીસને તપાસમાં મૃતક યુવકે જીન્સનું પેન્ટ અને બ્લુ ક્લરનું ટી શર્ટ પહેર્યું હતું. જ્યારે યુવતીએ ગુલાબી કલરનો કુર્તો પહેર્યો હતો. હાલ પોલીસ તેમની ઓળખ અંગેની દિશામાં તપાસ કરી રહી છે.