SURAT

સુરતના સરથાણામાં વિદ્યાર્થીનીને બાથમાં ભીડી સાથળના ભાગે હાથ ફેરવનાર શિક્ષકના થયા આવા હાલ

સુરત: (Surat) શહેરના સરથાણા વિસ્તારમાં શાળાના શિક્ષકે તેની વિદ્યાર્થીનીનો (Student) પીછો કરી શારિરીક અડપલા કર્યા હતા. અને વિદ્યાર્થીનીને મારી સાથે લગ્ન (Marriage) કરી લે, આપણે ભાગી જઇએ તેમ કહ્યું હતું. હેબતાઈ ગયેલી વિદ્યાર્થીનીએ માતાને જાણ કરતા પરિવારે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

  • વિદ્યાર્થીનીને વહેલા બોલાવી બાથમાં ભીડી સાથળના ભાગે હાથ ફેરવનાર શિક્ષક લોકઅપમાં પૂરાયો
  • આ શિક્ષક છે કે રોડ રોમિયો! : વિદ્યાર્થીનીનો પીછો કરી શારિરીક અડપલા કર્યા
  • વિદ્યાર્થીનીને રસ્તામાં રોકીને કહ્યું કે મારી સાથે લગ્ન કરી લે આપણે ભાગી જઈએ
  • શિક્ષક વિદ્યાર્થીનીને ધોરણ-10 માં હતી ત્યારે પણ અડપલા કરતો હતો

સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરથાણા વિસ્તારમાં રહેતી અને ધો.12 કોમર્સ બાદ સી.એ.નો અભ્યાસ કરતી વિદ્યાર્થીની ડિવાઇન સ્કૂલમાં જતી હતી. ત્યારે સ્કૂલના અંગ્રેજી અને સેક્ટ્રેટીયલ પ્રેક્ટીસ વિષયના શિક્ષક સહદેવ સોવા નાયકે સગીરાની મોપેડનો પીછો કર્યો હતો. રસ્તામાં વિદ્યાર્થીનીને તું ક્લાસીસમાં શા માટે જાય છે..? ક્લાસીસ બંધ કરી દે અને મારી સાથે લગ્ન કરી લે, આપણે ભાગી જઇએ તેમ કહ્યું હતું. આ રીતે શિક્ષક છેલ્લા બે મહિનાથી વિદ્યાર્થીનીને અલગ અલગ રીતે ટોર્ચર કરતો હતો. આ લંપટ શિક્ષક વિદ્યાર્થીની જ્યારે ધો.10માં અભ્યાસ કરતી હતી ત્યારે પણ તેણીના શરીરે અડપલા કરતો હતો.

હાલમાં સહદેવ નાયક વિદ્યાર્થીને અભ્યાસમાં જે સમસ્યા આવે તેને સોલ્વ કરવાનું કહીને 10-15 મિનિટ વહેલા બોલાવતો હતો. અને તેના શરીરે અડપલા કરતો હતો. વિદ્યાર્થીનીને બાથમાં ભીડી લેતો હતો. વિદ્યાર્થીનીને અવાર નવાર શરીરે ટચ કરી તેને બાથમાં ભરી તેમજ તેના છાતીના, સાથળના, પાછળના ભાગે હાથ ફેરવી શારિરીક અડપલા કર્યા હતા. અને કીસ કરી છેડતી કરી હતી. વિદ્યાર્થીનીએ આ બાબતે તેની માતાને પણ ફરિયાદ કરી હતી. જેથી પરિવારે સરથાણા પોલીસમાં જાણ કરતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.

વિદ્યાર્થીનીને મોબાઈલ ગીફ્ટ આપી તેમાં નગ્ન ફોટો મોકલવા દબાણ કરતો
શિક્ષકની માનસિકતાનું નીચુ સ્તર એ હદ વટાવી ગયું હતું કે તેની વિદ્યાર્થીનીને સ્માર્ટ ફોન આપ્યો હતો. અને તું મને તારા કપડા વગરના ફોટા તેમજ વીડિયો આ મોબાઇલથી મોકલજે તેમ કહ્યું હતું. વિદ્યાર્થીનીએ ફોટા મોકલવાની ના પાડતા શિક્ષકે ધમકી આપી હતી કે, તને જે કિસ કરી છે તે અંગે તારા માતા-પિતાને જાણ કરી દઇશ. એટલે ગભરાઈ ગયેલી વિદ્યાર્થીનીએ શિક્ષકના કહ્યા પ્રમાણે કરતા તેની પાસે નગ્ન ફોટા અને વીડિયો પણ મંગાવ્યા હતા.

Most Popular

To Top