SURAT

સુરતના સરથાણામાં સોસાયટીના માર્જીનના પ્લોટના 10 લાખ લઇ વેપારી સાથે ઠગાઇ

સુરત: (Surat) પુણાગામમાં સિદ્ધેશ્વર કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા પ્રોજેક્ટમાં માર્જીનની જગ્યાનો (Margin Plot) દસ્તાવેજ બનાવીને દુકાનદાર સાથે ઠગાઇ કરવામાં આવતા પોલીસ ફરિયાદ (Police Complaint) થઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ સરથાણા જકાતનાકા પાસે સુભાષનગર સોસાયટીમાં રહેતા કનુભાઇ બાવચંદભાઇ કુંભાણીએ સુભાષ નગરમાં જ સિદ્ધેશ્વર કોર્પોરેશનના બિલ્ડરો (Builders) અશ્વિનભાઇ નનુભાઇ ચોવટીયા, ઢોલરીયા હસમુખભાઇ મનુભાઇ, હાર્દિક મનુભાઇ ઢોલરીયા, વિશાલ બાબુભાઇ ગેલાણી, વાલજી છગનભાઇ વસ્તાણી અને ચિરાગ નાગરભાઇ પટેલની પાસેથી માર્જિનની જગ્યાવાળી દુકાન ખરીદ કરી હતી. દુકાનની (Shop) પાસે આવેલી ખુલ્લી જગ્યા અંગેનો દસ્તાવેજ પણ સિધ્ધેશ્વર કોર્પોરેશનના ભાગીદારોએ કરી આપ્યો હતો.

દસ્તાવેજના આધારે કનુભાઇએ ત્યાં પતરાનો શેડ બનાવ્યો હતો. બીજી તરફ સુરત મનપા દ્વારા કનુભાઇને નોટીસ આપીને માર્જિનની જગ્યા ગેરકાયદેસર હોવાનું કહીને શેડ કાઢી લેવા કહ્યું હતું. આ દરમિયાન બિલ્ડરોએ પણ કનુભાઇને કહ્યું હતું કે, હમણે શેડ કાઢી લો, જગ્યા તમારી જ રહેશે. અહીં સોસાયટીના સભ્યોનો વિરોધ હોવા છતાં બિલ્ડરો દ્વારા ગેટ બનાવી દેવાયો હતો. આ બાબતે કનુભાઇએ બિલ્ડરોની સામે ઠગાઇની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મંજૂરી-સલામતી વિના મકાનમાલિકે ડિમોલીશન કરતાં એક માળ બાજુની મિલકત પર નમી ગયો
સુરત : શહેરમાં જર્જરિત મિલકતો ઉતારી પાડવા કે બાંધકામમાં ફેરફાર કરવા માટે મનપાને જાણ કર્યા વગર જ તેમજ સલામતીની વ્યવસ્થા વગર મિલકતદારો દ્વારા જાતે જ ડિમોલીશન કરવામાં આવે છે ત્યારે આજુબાજુની મિલકતો પર અને લોકો પર જોખમ વધી જતું હોય છે. તાજેતરમાં આવી રીતે ડિમોલીશન દરમિયાન કતારગામ જરીવાલા કંમ્પાઉન્ડમાં અચાનક દિવાલ તુટી પડતા બે વ્યક્તિના મોત થયા હતા આ ઘટનાના પડધા હજુ શમ્યા નથી ત્યા હવે અત્યંત ગીચતા ધરાવતા વરાછા ઝોનના બરોડા પ્રિસ્ટેઝમાં પણ આવી જ રીતે મિલકતદાર સલામતીની વ્યવસ્થા વગર ડિમોલીશન કરવા જતા એક માળ બાજુની મિલકત પર નમી ગયો હતો. તેથી હોબાળો મચી ગયો હતો જો કે બાજુમાં પણ એજ મિલકતદારની ખાલી મિલકત હતી તેમજ લટકી પડેલો માળ અચાનક તુટી નહી પડતા મોટી દુર્ધટના બનતા અટકી ગઇ હતી મનપાના વરાછા ઝોનના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મિલકત જર્જરિત હોવાથી ઉતારી પાડવા માટે નોટિસ પણ અપાઇ હતી. દરમિયાન સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હોય હોબાળો મચી ગયો હતો તેમજ મનપના તંત્ર દ્વારા આવી કામગીરી બાબતે મિલકતદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી હતી.

Most Popular

To Top