સુરત: (Surat) દેશની જાણીતી ડોમેસ્ટીક એરલાઇન્સ કંપની ગો-એર દ્વારા આગામી સમર શીડયુલ એટલે કે 28 માર્ચથી એક સાથે પાંચ શહેરોને જોડતી કુલ સાત ફલાઇટ (Flight) શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગો-એરે આજે સુરતથી દિલ્હી, બેંગ્લુરુ, કોલકાતા, હૈદ્રાબાદ અને મુંબઇની ફલાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સેકટરમાં ઇન્ડિગો અને સ્પાઇસ જેટ અગાઉથી ફલાઇટ ઓપરેટ કરતા હોવાથી એરલાઇન્સ (Airlines) વચ્ચે ટીકીટોના ભાવને લઇ સ્પર્ધા વધવાની શકયતા છે જેનો લાભ વિમાની પેસેન્જરોને મળશે.

તાજેતરમાં ગો-એર (Go-Air) દ્વારા સુરત એરપોર્ટ માટે કાઉન્ટર સ્ટાફ અને ગ્રાઉન્ડ સ્ટાફની ભરતી કરવામાં આવી હતી. સુરત એરપોર્ટ ઓથોરીટી દ્વારા એરલાઇન્સને ટીકીટ કાઉન્ટર પણ ટર્મીનલ બિલ્ડીંગના ફ્રન્ટમાં ફાળવવામાં આવ્યું છે. એરલાઇન્સ દ્વારા જે રૂટ પર પેસેન્જર લોડ વધુ મળી રહયો છે તે રૂટ પર ફલાઇટ મુકવામાં આવી છે. 28મીએ એક સાથે પાંચ ફલાઇટ શરૂ થશે તો સુરત એરપોર્ટથી કુલ ફલાઇટની સંખ્યા રોજની 20 થી 21 થશે. દિલ્હી-સુરત, કોલકાતા-સુરતની ફલાઇટ ડેઇલી હશે.
જયારે સુરત-મુંબઇની ફલાઇટ રવિવાર સિવાય સપ્તાહમાં છ દિવસ ઓપરેટ થશે. સુરતથી હૈદ્રાબાદની ફલાઇટ સોમવાર, મંગળવાર, શનિવાર અને રવિવારે ઓપરેટ થશે જયારે બેંગ્લુરુ-સુરતની ફલાઇટ સપ્તાહમાં બે દિવસ જુદા સમયે જયારે બાકીના દિવસોનો સમય જુદો રાખવામાં આવ્યો છે. મુંબઇવાળી ફલાઇટ માટે ઇન્ટરનેશનલ પેસેન્જરના એક્સટ્રા લગેજ ચાર્જ એરલાઇન્સ વસુલશે નહીં તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.

આ રીતે ફલાઇટ ઓપરેટ થશે
- દિલ્હીની બે ફલાઇટ, એક સવારે અને એક સાંજે.
- બેંગ્લુરુની એક ફલાઇટ રાત્રે બે દિવસ અલગ સમયે અને પાંચ દિવસ જુદા સમયે આવશે.
- હૈદ્રાબાદની બે ફલાઇટ એક સવારે અને એક રાત્રે અવરજવર કરશે.
- મુંબઇની એક ફલાઇટ સવારની રહેશે.
- સુરતથી પાંચ શહેરોને સાંકળતી ફલાઇટનું શીડયુલ
- શહેર સમય શહેર સમય દિવસો
- દિલ્હી 07.00 સુરત 08.50 ડેઇલી
- સુરત 09.20 દિલ્હી 11.10 ડેઇલી
- દિલ્હી 18.55 સુરત 20.45 ડેઇલી
- સુરત 21.15 દિલ્હી 23.05 ડેઇલી
- બેંગ્લુરુ 20.00 સુરત 22.00 બુધ-રવિ
- બેંગ્લુરુ 18.00 સુરત 20.00 સોમ, મંગળ, ગુરુ, શુક્ર, શનિ
- સુરત 22.30 બેંગ્લુરુ 00.30 બુધ, શનિ
- સુરત 20.30 બેંગ્લુરુ 22.30 સોમ, મંગળ, ગુરુ, શુક્ર, શનિ
- કોલકાતા 17.00 સુરત 19.45 ડેઇલી
- કોલકાતા 06.00 સુરત 08.45 ડેઇલી
- સુરત 20.15 કોલકાતા 23.00 ડેઇલી
- સુરત 09.15 કોલકાતા 12.00 ડેઇલી
- હૈદ્રાબાદ 11.40 સુરત 13.40 સોમ, મંગળ, શનિ, રવિ
- સુરત 14.10 હૈદ્રાબાદ 16.10 સોમ, મંગળ, શનિ, રવિ
- મુંબઇ 06.00 સુરત 07.10 રવિવાર સિવાય તમામ દિવસ
- સુરત 07.40 મુંબઇ 08.50 રવિવાર સિવાય તમામ દિવસ