SURAT

સુરતના એલપી સવાણી રોડ પર પરિણીતાને જાહેરમાં ચપ્પુ બતાવી..

સુરત : (Surat) અડાજણ ખાતે ચાર વર્ષ પહેલા છુટાછેડા (Divorce) થયા પછી પણ મહિલાનો પીછો કરી પરેશાન કરી રહેલા પૂર્વ પતિની (Ex Husband) સામે અડાજણ પોલીસમાં છેડતીની (Harassment) ફરિયાદ નોંધાઈ હતી. ગઈકાલે મહિલા અડાજણમાં એલ.પી.સવાણી રોડ પરથી પસાર થતી વખતે પૂર્વ પતિએ જાહેરમાં છેડતી કરી ગાળો આપી ચપ્પુ કાઢી પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ ખાતે રહેતી મહિલાના વિપુલભાઇ જશવંતભાઇ ખેરાવાલા (રહે.પટેલ ફળીયુ પાલનપુરગામ અડાજણ) સાથે લગ્ન થયા હતા. બંને વચ્ચે મનમેળ નહીં બેસતા તથા રોજના ઝઘડાઓ પછી ચાર વર્ષ પહેલા તેમણે છુટાછેડા લીધા હતા. છૂટાછેડા બાદ પરિણીતા તેના દીકરા સાથે રહેતી હતી. બાદમાં મહિલાએ બીજા લગ્ન કરી લેતા તે પતિ અને પુત્ર સાથે અડાજણ વિસ્તારમાં જ રહેતી હતી. જોકે પૂર્વ પતિ અવારનવાર તેનો પીછો કરી પરેશાન કરતો હતો. ગઈકાલે મહિલા અડાજણ એલ.પી.સવાણી રોડ પર ફૂટપાથ પરથી ચાલતી જતી હતી ત્યારે વિપુલ ત્યાં આવ્યો હતો. અને તેણીની જાહેરમાં છેડતી કરી ગાળો આપી હતી. મહિલાએ ગાળો આપવાની ના પાડતા વિપુલ ઉશ્કેરાઇ તેની પાસેનું ચપ્પુ કાઢી પરિણીતાને બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાએ તેના પતિને સઘળી હકીકત જણાવતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અડાજણ પોલીસે આખરે વિપુલ સામે છેડતી અને ધમકીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

અમરોલીમાં મિત્રએ મિત્રની પત્ની પર દાનત બગાડી, લાજ લેવાની કોશિશ કરી
અડાજણ ખાતે રહેતો પ્રતિક (નામ બદલ્યું છે) રત્નકલાકાર છે. તેનો મિત્ર રાજુભાઇ નાથાભાઇ ગુજરીયા રહે.ઘર નં.૨૦૪, સ્મીત રેસિડેન્સી, ક્રોસ રોડ, અમરોલી ખાતે રહે છે. ગઈકાલે પ્રતિક તેની પત્નીને લઈને મિત્ર રાજુના ઘરે ગયો હતો. ત્યાં રાજુ તેની પત્ની અને પ્રતિક ત્રણેય કામ માટે બહાર ગયા હતા. ત્યારે પ્રતિકની પત્ની રાજુના ઘરે જ રોકાઈ હતી. થોડા આગળ ગયા પછી રાજુ એક કામ યાદ આવ્યું છે તેમ કહીને પરત ઘરે આવ્યો હતો અને ઘરે આવીને મિત્રની પત્ની પોતાના રૂમમાં એકલી હતી. તે વખતે રૂમમાં આવી ઇજ્જત લેવાની કોશિશ કરી હતી. પરિણીતાએ ધક્કો મારતા આ વાત કોઇને કહેતી નહીં, નહીં તો તારા ઘરવાળાને મારી નાંખીશ એવી ધમકી આપી હતી. ગભરાયેલી પરિણીતાએ ઘરે આવ્યા બાદ તેના પતિને જાણ કરતા અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. અમરોલી પોલીસે આરોપીની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે. વધુમાં પરિણીતાને સંતાનમાં ત્રણ મહિનાનું બાળક છે. રાજુએ બાળક એક તરફ રડતું હતું અને બીજી બાજું તેની માતાની લાજ લેવા પ્રયાસ કર્યો હતો.

Most Popular

To Top