SURAT

સુરતના આ વિસ્તારમાં મનપાના મેગા ડિમોલિશન પર પાણી ફરી વળ્યું

સુરત: (Surat) લાલ દરવાજા ખાતે આવેલા સુરત મહાનગર પાલિકા (Municipal Corporation) હસ્તકના પ્લોટ પર વર્કશોપ અને ગાર્ડન બનાવવાની તજવીજ વચ્ચે મંગળવારે મેયર (Mayor) હેમાલી બોઘાવાલા અને સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પ્લોટની મુલાકાત લેવામાં આવી હતી. જો કે, મુલાકાત દરમ્યાન પ્લોટ પર અસામાજીક તત્વોનું દૂષણ, ગેરકાયદેસર દબાણ અને મંદિરને પગલે આ સંદર્ભે સ્થાનિક અધિકારીઓને તાત્કાલિક આ સમસ્યા દુર કરવા સંદર્ભે પણ મેયર દ્વારા ટકોર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લખનીય છે કે આ જગ્યા પર મોટા પાયે દબાણો (Encroachment) હતા તેથી મનપા દ્વારા મેગા ડીમોલીશન (Demolition) કરીને જગ્યા ખુલ્લી કરાવાઇ હતી હવે ફરીથી દબાણો થવા માંડતા મનપાના સ્થાનિક અધિકારીઓની બેદરકારી છતી થઇ થતાં મેયરે દબાણો હટાવવા તાકીદ કરી છે.

સાંકેતિક ફોટો
  • રાઉન્ડ દરમિયાન ખૂદ મેયરે મુલાકાત લીધી અને દબાણો નજરે પડતાં અધિકારીઓને તાત્કાલિક દબાણો હટાવવા તાકીદ કરી
  • મહાનગર પાલિકાની માલિકીના આ પ્લોટ પર હજી પણ ચોક્કસ અસામાજીક તત્વોનું ન્યૂસન્સ અને દબાણ છે

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર કતારગામ ઝોનમાં ટી.પી. ૧૯માં ફાઈનલ પ્લોટ નં. ૧૯૯થી નોંધાયેલ ઓપન પ્લોટ પર મહાનગર પાલિકાના શાસકો દ્વારા વર્કશોપ અને સ્થાનિકોની માંગને ધ્યાને રાખીને ગાર્ડન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. લાલ દરવાજા ખાતે વિનસ હોસ્પિટલ પાસે આવેલા આ પ્લોટ પર વર્કશોપ અને ગાર્ડનની વિચારણાને પગલે મંગળવારે જ મેયર હેમાલી બોઘાવાલા અને કોર્પોરેટરો સહિત સ્થાનિક અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. અલબત્ત, મહાનગર પાલિકાની માલિકીના આ પ્લોટ પર હજી પણ ચોક્કસ અસામાજીક તત્વોનું ન્યૂસન્સ અને દબાણ હોવાને કારણે મેયર દ્વારા તાત્કાલિક આ સમસ્યાના નિરાકરણ સંદર્ભે અધિકારીઓને સૂચન આપવામાં આવ્યું હતું.

સાંકેતિક ફોટો

મેટ્રો રેલના રૂટ માટે ખજોદ ગામના ચારથી વધુ ખેતરોમાં લાઇનદોરીની કપાત મુકવામાં આવતાં ખેડૂતોમાં ગણગણાટ

સુરત: સુરત મેટ્રો રેલના સૂચિત સ્ટેશનનું નિર્માણ કરવા માટે હાલમાં ઝડપથી ચાલી રહેલી કામગીરીમાં ખજોદ ગામમાંથી પસાર થતાં મેટ્રો રેલના રૂટ માટે ગામના ચારથી વધુ ખેતરોમાં પણ લાઇનદોરીની કપાત મુકવામાં આવતાં ખેડૂતોમાં ગણગણાટ થયો છે. આ ખેતરોમાં હાલમાં સોઈલ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હોવાથી આ કામગીરી અટકી નહીં પડે તે માટે મ્યુનિ.કમિ.ની આગેવાનીમાં જીએમઆરસી તથા ખેડૂતો અને ખેડૂત આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ખેડૂતોએ પોતે માત્ર ખેતી જ કરતાં હોવાથી લાઇનદારોની અસરમાં આવતી જમીન આપવા સામે તેમના પરિવારની આજીવિકા અટવાઈ જતી હોવાની રજૂઆતો કરી હતી. જોકે, સામે મનપાએ જો કપાતની જમીન આપવામાં આવે તો ટીપી સ્કિમમાં લેવામાં આવનાર 40 ટકા જમીનનો લાભ આપી ફાયનલ પ્લોટ નંબર ફા‌ળવી દેવાની તૈયારી બતાવાઈ હતી.

Most Popular

To Top