સુરત: સુરત સ્ટેશન નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરત સ્ટેશન નજીક દિલ્હી ગેટના બ્રિજ પરથી બે યુવકો બાઈકનું બેલેનસ ગૂમાવી બ્રિજની નીચે પટકાયા હતા. બ્રિજ પરથી નીચે પટકાતા એક યુવકનું મોત નિપજ્યું છે. જ્યારે એક યુવકની હાલત ગંભીર છે.
બે બાઈક સવારો ઉછળીને બ્રિજની નીચે પડ્યા હતા
મળતી માહિતી અનુસાર રવિવારના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ સ્ટેશન નજીક દિલ્હી ગેટ બ્રિજ પર એક અકસ્માતની ઘટના બની હતી. માહિતી પ્રમાણે બે યુવકો બાઈક લઈ દિલ્હી ગેટના બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઈક પરથી કંટ્રોલ ગૂમાવી દેતા બે બાઈક સવારો ઉછળીને બ્રિજની નીચે પડ્યા હતા. બ્રિજના નીચે પટકાતા બે યુવકમાંથી એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. દિલ્હી ગેટ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ હોવાથી તાત્કાલિક 108ને મદદ માટે બોલાવવામાં આવી હતી.
સાગરને એકાએક કાળ ભરખી ગયો હતો
ફ્લાય ઓવર બ્રિજ ઉપર થેયેલા અકસ્માતની ઘટનામાં સૂત્રો પાસેથી મડેલી વધુ માહિતી અનુસાર મરણ જનાર યુવકનુ નામ સાગર રવિન્દ્ર બોરસે છે.21 વર્ષીય સાગર હિરા મજુરીના કામકાજ સાથે સંકડાયેલો છે. જે સ્વસ્તિક સોસાયટી નવાગામ ડીંડોલી ખાતે રહેતો હતો. સાગર તેના મિત્ર વિશાલ ને ગોતાલાવાડી ખાતે આવેલ કબીર જેમ્સના કારખાનામા મુકવા માટે પોતાની મોટરસાઇકલ લઇ ગયો હતો. અને પરત જતા તે તેનો અન્ય એક મિત્ર રાજ આહીરેને પોતાનુ બાઇક ચલાવવા માટે આપ્યું હતું. અને પોતે પાછળ બેસીને સવારે લગભગ સવા આઠ વાગ્યાના અરસામા દિલ્હી ગેટ બ્રિજ ઉપર પહોંચ્યા હતા.દરમ્યાન રાજને એકાએક ચક્કર આવી જતા તેને બાઈક પરનો કાબુ ગુમાવી દીધો હતો અને બન્ને જણા મોટરસાયકલ ઉપરથી ફંગોળાઈને નીચે રોડ પર પટકાયા હતા. ઘટનામાં સાગરનુ સ્થળ ઉપર જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. જોકે રાજને હાલ સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.ઘટનાની સાથનિક પોલીસને જાણ થતા તેમને પંચનામું કરી અકસ્માતમોત નો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.