SURAT

સુરતની આ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને કોરોનાનું સંક્રમણ: શાળાઓ બંધ કરાવી

સુરત: (Surat) કોરોનાનું સંક્રમણ ઘટતા જ જનજીવન ધીરે ધીરે સામાન્ય બની રહ્યું છે. લોકો કોરોના ભુલી જઈ સામાન્ય જીવન હવે જીવી રહ્યા છે. શાળાઓ પણ હવે તબક્કાવાર ખોલવામાં આવી રહી છે. જેથી વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસ (Corona Case) નોંધાઈ રહ્યા છે. શુક્રવારે શહેરમાં કોરોનાના 2 કેસ નોંધાયા હતા જેમાં સેન્ટ્રલ અને અઠવા ઝોનમાં એક એક કેસ નોંધાયા હતા. વેસુની અગ્રવાલ વિદ્યા વિહારની શાળાના (School) ધોરણ-10નો એક વિદ્યાર્થી તેમજ પાર્લે પોઈન્ટની એક્સપરીમેન્ટ શાળામાં ધોરણ-11 ની વિદ્યાર્થીનીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ આ બંને શાળાઓ બંધ કરાવાઈ છે. હાલ આ બંને શાળામાં પરીક્ષા ચાલી રહી છે. જેથી શાળા સંચાલકોએ તમામ વિદ્યાર્થીઓને (Student) ટેસ્ટ કરાવવા માટે સુચના પણ આપી દીધી છે. શહેરમાં સ્કૂલો શરૂ થયા બાદ સ્કૂલોમાં વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસ વધુ જોવાઈ રહ્યા છે. અગાઉ ટ્યુશન ક્લાસિસમાં પણ વિદ્યાર્થીઓમાં સંક્રમણ જોવા મળ્યું હતું.

સુરત જિલ્લામાં કોરોનાના નવા 3 કેસ નોંધાયા

સુરત: સુરત જિલ્લામાં કોરોનાના નવા 3 કેસ પોઝિટિવ નોંધાયા છે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે આપેલી માહિતી અનુસાર વિતેલા ચોવીસ કલાકમાં મહુવામાં બે તેમજ બારડોલીમાં એક કેસ કોરોના પોઝિટિવ નોંધાયો છે.આ સાથે કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 32185 કુલ મરણની સંખ્યા 486 થઈ છે. જયારે જિલ્લામાં કુલ એક્ટિવ પેશન્ટની સંખ્યા 18 છે. જિલ્લામાં કુલ ડિસ્ચાર્જ પેશન્ટની સંખ્યા 31681 થઇ છે.

100 કરોડ વેક્સિનેશન ડોઝની ઉજવણીમાં કોર્પોરેટરો નીરસ

સુરત: દેશમાં 100 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં ભારતે વૈશ્વિક સિદ્ધિ મેળવી છે. સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત શનિવારે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના પટાંગણમાં સાંજે સુરત શહેર પોલીસ વિભાગ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કોરોના સામેની લડાઇથી માંડીને વેક્સિનેસનના વિક્રમ સાથે કોરોનાને હંફાવી દેનારા કોરોના વોરિયર્સના સન્માન માટે મ્યુઝિકલ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ મુખ્યમંત્રી કે પક્ષના કાર્યક્રમોમાં ભીડ જમાવતા મનપાના નગરસેવકોએ ખાસ રસ બતાવ્યો નહોતો. કોરોના વોરિયર્સનું સન્માન જાણે તુચ્છ માનતા હોય તેમ મનપાની શનિવારે સામાન્ય સભા હાજર હોવા છતાં મોટા ભાગના નગરસેવકો કાર્યક્રમમાં આવવાને બદલે બારોબાર નીકળી ગયા હતા. ભાજપના 93 પૈકી માત્ર 35 નગરસેવક હાજર રહ્યા હતા. જ્યારે વિપક્ષના તો એકપણ નગરસેવક હાજર રહ્યા ન હતા.

Most Popular

To Top