સુરત (Surat) : ઇકો કારમાં (Eco Car) દોરડા વડે જકડીને અત્યંત ઘાતકી રીતે કતલખાને (slaughterhouse) લઇ જવાતા બે વાછરડાને પોલીસે છોડાવ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે કોસાડ આવાસથી ઇકો કારમાં કતલ કરવા માટે બે વાછરડા લઇ જવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા ઇકો કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સમયે ઇકો કાર ચાલક ભાગી ગયો હતો. અને ક્લીનર પકડાઇ ગયો હોવાની વિગત જાણવા મળી છે.
- કોસાડ આવાસથી ઇકો કારમાં કતલ કરવા માટે બે વાછરડા લઇ જવામાં આવી રહ્યા હતા
- પોલીસે જ્યારે ગાડી રોકી ત્યારે ડ્રાઈવર ભાગી ગયો પણ ક્લીનર ઝડપાઇ ગયો
આ મામલે રાંદેર પોલીસે જણાવ્યું કે સુરજ ઉર્ફે લાલુ કાશીરામ તારાપાલ તથા અને સુરેશભાઇ રામજીભાઇ દેવપીપૂજક (રહે, ઓલપાડ) દ્વારા બે વાછરડા ઇકો ગાડીમાં લઇ જવામાં આવી રહ્યા હતા. તેમાં અંદાજે રૂ.1.10 લાખની મત્તા પોલીસ દ્વારા પકડવામાં આવી હતી. પોલીસે જ્યારે ગાડી રોકી ત્યારે સુરજ ઉર્ફે લાલુ કાશીરામ તારાપાલ ભાગી ગયો હતો. જ્યારે સુરેશભાઇ રામમજીભાઇ દેવીપૂજક ઝડપાઇ ગયો હતો. પોલીસે પશુ ઘાતકીપણાનો કાયદો આ ઇસમો સામે લાગુ કરવામાં આવ્યો હોવાની વિગત જાણવા મળી છે.
રાંદેર પોલીસે બોલેરોમાં લઈ જવાતી 3 ભેંસને છોડાવી
સુરત: રાંદેર પોલીસ દ્વારા બોલેરો ગાડીમાં લઇ જવામાં આવતી 3 ભેંસને (Buffalo) છોડાવવામાં આવી હતી. આ તમામ ભેંસોને એકબીજા પર નાંખવામાં આવી હતી. આ ઉપરાંત ભેંસોને કેટલાય દિવસોથી પાણી અને ખાવાનું આપવામાં આવ્યું ન હતું. રાંદેર પોલીસ દ્વારા તા.21 ડિસેમ્બરે રામનગર ચાર રસ્તા પર બોલેરો (Bolero) ગાડી પકડી પાડવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે.
- ભેંસોને કેટલાય દિવસોથી પાણી અને ખાવાનું આપવામાં આવ્યું ન હતું
- આ પશુઓ હલનચલન નહીં કરી શકે તે રીતે કતલખાને લઇ જવામાં આવી રહ્યા હતા
બોલેરો પિકઅપ ટેમ્પો રોકતાં તેમાં 3 ભેંસ ઘાતકી રીતે બાંધવામાં આવી હોવાનું દેખાયું હતું. આ પશુઓ હલનચલન નહીં કરી શકે તે રીતે કતલખાને લઇ જવામાં આવી રહ્યા હતા. આ પશુઓને વરિયાવ ખાતેથી લઇ જઇ તેને ગોડદરા ખાતે કતલખાનામાં લઇ જવામાં આવતા હતા. પોલીસ દ્વારા ડ્રાઇવર ફકીરા સલમાન શેખ (ઉં.વ.29) (રહે., ભાઠેના, રજાનગર)ની ધરપકડ કરવામાં આવી હતી.