સુરત: (Surat) ધો.6ના વિદ્યાર્થીએ બાયજુસ (Byjus) કોચિંગ ક્લાસિસમાં એડમિશન લીધા બાદ શિક્ષણ (Education) યોગ્ય નહીં લાગતા દોઢ વર્ષે જ એડમિશન રદ્દ કરાવીને બાકીના દોઢ વર્ષની ફી પરત માંગી હતી. પરંતુ બાયજુસ કંપનીના સંચાલકોએ ફી પરત નહીં આપતા કંપનીના સંચાલક તેમજ બ્રાન્ડ એમ્બેસેડર શાહરૂખ ખાન સામે સુરતની ગ્રાહક કોર્ટમાં (Consumer Court) ફી રિફંડ મેળવવા માટેની અરજી કરી હતી. આ અરજીમાં બાયજુસ કોચિંગ ક્લાસિસના સંચાલક દ્વારા સમાધાન કરીને રૂા. 53 હજાર ફી ચૂકવી આપી હતી.
- ધો.6માં અભ્યાસ કરતા અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને શિક્ષણ યોગ્ય નહીં લાગતા એડમિશન રદ્દ કરાવી ક્લાસિસ તેમજ તેના બ્રાન્ડ એમ્બેસેડર શાહરૂખખાન સામે ફી રિફંડ માટે અરજી કરી હતી
- એશીડાય ઓલમ્પીયાડ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરિક્ષઆમાં ભાગ લઇને સૈયદ હિમાદ્દુદીનએ ગોલ્ડ મેડલો પણ મેળવ્યા છે
પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના શાહપોર વિસ્તારમાં રહેતા ધો.6ના વિદ્યાર્થી સૈયદ હિમાદ્દુદ્દીન શાહપોરમાં ઓવલી સર જે.જે. અંગ્રેજી માધ્યમ શાળામાં અભ્યાસ કરતો હતો. આ દરમિયાન એશીડાય ઓલમ્પીયાડ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરિક્ષઆમાં ભાગ લઇને સૈયદ હિમાદ્દુદીનએ ગોલ્ડ મેડલો પણ મેળવ્યા હતા. આ દરમિયાન તેમની ઉપર બાયજુસની કંપની ‘થીંક એન્ડ લર્ન પ્રા.લિ.’, કર્ણાટકામાંથી ફોન આવ્યો હતો અને એડમિશન લેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. સૈયદ હિમાદ્દુદીનના પિતા એડવોકેટ કાદરીએ ત્રણ વર્ષ માટે રૂા. 35 હજાર રૂપિયા બાયજુસ કંપનીના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ત્યાબાદ કંપની દ્વારા ટેબલેટમાં પ્રી-રેકોર્ડેડ મટીરીયલ આપ્યું હતું જેમાંથી વિદ્યાર્થીએ શીખવાનું રહેતું હતું.
બીજી તરફ સૈયદ હિમાદ્દુદીનને શિક્ષણ યોગ્ય નહીં લાકતા તેને એડમિશન રદ્દ કરાવી નાંખ્યું હતુ અને દોઢ વર્ષની ફી રૂા. 17500 રીફંડ મેળવવા માટે કહ્યું હતું. પરંતુ બાયજુસ કંપની દ્વારા આ રકમ પરત આપવામાં આવી ન હતી. આખરે સૈયદ હિમાદ્દુદીનના પિતાએ વકીલ શ્રેયસ દેસાઇ અને પ્રાચી દેસાઇ મારફતે ગ્રાહક કોર્ટમાં બાયજુસ કંપનીના સંચાકલો તેમજ આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર અને ટીવી-શોમાં જાહેરાત કરનાર ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનની સામે ફરિયાદ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોંચીગ ક્લાસના સંચાલક કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેઓએ રૂા. 17500ની સામે રૂા. 38 હજાર જમા કરાવ્યા હતા. ત્યારબાદ પણ બાયજુસ કંપની સામે ફરિયાદ પરત ખેંચવામાં નહીં આવતા કંપની દ્વારા વધારાના રૂા. 15 હજાર મળી કુલ્લે રૂા. 53 હજાર ચૂકવવામાં આવ્યા હતા. આખરે સૈયદ હિમાદ્દુદીનએ બાયજુસ કંપની સામેની ફરિયાદ પરત ખેંચી લીધી હતી.