રામ મંદિર નિર્માણ માટે સુરતના પ્રખ્યાત હીરાના વેપારી ગોવિંદ ભાઇ ધોળકિયાએ 11 કરોડ રૂપિયાનું દાન અર્પણ કર્યું છે. ગોવિંદભાઇ ધોળકિયા લાંબા સમયથી RSS સાથે જોડાયેલા છે.
એસઆરકે તરફથી 11 કરોડનો ચેક આપવા માટે ગોવિંદ ધોળકીયા વીએચપીની ઓફિસે આવ્યા હતા. સુરતથી તેમણે 11 કરોડનો ચેક આપ્યો, જયંતી ભાઇ કબુતર વાળાએ 5 કરોડ આપ્યા. લવજીભાઇ બાદશાહે 1 કરોડ રૂપિયા આપ્યા. સુરતમાં 17 કરોડ રૂપિયા ચેક આપ્યા. અમદાવાદમાં ગુજરાત ભરના મિત્રો આવ્યા હતા તેમણે 51 લાખ સુધીની રકમ આપી હતી એ પણ 3-4 કરોડ રૂપિયા થયા હતા.”
રામ મંદિરને 11 કરોડનું દાન આપનારા ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકિયાએ કહ્યુ કે, “રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સંગ્રહના જે પ્રોગ્રામ યોજ્યો છે જેમાં ગુજરાતનો અધ્યક્ષ બનાવ્યો છે. 15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. અમારા ફેમિલીએ અને એસઆરકે કંપનીમાં ભગવાનના નામની કંપની છે. ભગવાન આપણા જ છે અને આપણે જય રામજી કી બોલીયે છીએ. ભગવાને આપણને ખુબ આપ્યુ છે અને આપણે પણ તેમાં કઇક આપીયે. આ દાન નથી, કારણ કે ભગવાન લક્ષ્મીપતિ છે, તેમણે દાનની જરૂરીયાત નથી. આપણએ સમર્પણ કરવાનું છે.
રામ મંદિર માટે દાન અભિયાન હેઠળ ૫ લાખથી વધુ ગામમાં 13 કરોડ થી વધુ પરીવારનો સંપર્ક કરવામાં આવશે. ગામના લોકો પાસેથી દાન મેળવવામાં આવશે.દાન એકત્રિત કરવાનું અભિયાન 27 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે જેમાં રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ લોકો પાસેથી સમર્પણ અને સહયોગ રાશિ લેશે.