SURAT

સુરત શહેરમાં બ્રિજની સંખ્યા 121 પર પહોંચી, નવા વર્ષમાં વધુ બ્રિજ કાર્યરત થતાં સંખ્યા આટલા પર પહોંચશે

સુરત: (Surat) બ્રિજ સિટી (Bridge City) તરીકે ઓળખાતા સુરતમાં હવે બ્રિજની સંક્યા 125 પર પહોંચશે. નવા વર્ષમાં સુરત મનપા દ્વારા સુરતીજનોને વધુ 4 બ્રિજની સોગાત આપવામાં આવશે. હાલ જ સુરત મનપા દ્વારા 2 બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને તે સાથે જ શહેરમાં કાર્યરત બ્રિજની સંખ્યા 121 પર પહોંચી છે. નવા વર્ષમાં આ વિસ્તારોને જોડતા ચાર બ્રિજનું લોકાર્પણ કરાશે.

  • વિક્રમ સંવત 2080ના વર્ષમાં સુરતીઓને વધુ 4 બ્રિજની ભેટ મળશે
  • સુરત શહેરમાં બ્રિજોની સંખ્યા 121 પર પહોંચી, નવા 4 કાર્યરત થતા બ્રિજની સંખ્યા 125 પર પહોંચશે
  • નવા બ્રિજમાં સરોલી-ઓલપાડ સચિન રેલવે બ્રિજ, નવીન ફ્લોરિન ફ્લાય ઓવરબ્રિજ અને લિંબાયત અંડરપાસ બ્રિજ તૈયાર થશે

સુરત શહેર એ મીની ભારત છે. શહેરમાં દરેક રાજ્યના લોકો ધંધા-રોજગાર માટે વસવાટ કરી રહ્યા છે. જેથી શહેરમાં વસ્તીનો વ્યાપ પણ વધી રહ્યો છે. જેને લઈને ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે. ટ્રાફિકની સમસ્યાના નિવારવા માટે મનપા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. સાથેસાથે રોડ-રસ્તા, બ્રિજની સુવિધાથી શહેરને સજ્જ કરવામાં આવી રહ્યું છે. સુરત શહેરમાં બ્રિજોની સંખ્યા 100ને પાર થઈ ગઈ છે. ત્યારે સુરત શહેર હવે બ્રિજ સિટી તરીકે પણ ઓળખ પામ્યું છે. શહેરમાં વધુને વધુ બ્રિજ બનાવી શહેરીજનોને ટ્રાફિકમાં રાહત આપવામાં આવી રહી છે. ત્યારે નવા વર્ષમાં સુરત મનપા દ્વારા સુરતીજનોને વધુ 4 બ્રિજની સોગાત આપવામાં આવશે.

હાલ જ સુરત મનપા દ્વારા 2 બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને તે સાથે જ શહેરમાં કાર્યરત બ્રિજની સંખ્યા 121 પર પહોંચી છે અને આવતી દિવાળી સુધીમાં શહેરમાં વધુ 4 બ્રિજ કાર્યરત થઈ જશે અને કુલ કાર્યરત બ્રિજની સંખ્યા 125 પર પહોંચશે. આ 4 બ્રિજની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે અને જેમ જેમ કામ પૂર્ણ થશે તેમ તેમ બ્રિજનાં લોકાર્પણ કરી દેવાશે. નવા બ્રિજમાં સરોલી-ઓલપાડ બ્રિજના બીજા ફેઝનું કામ અંતિમ ચરણમાં ચાલી રહ્યું છે.

કુલ રૂપિયા 60.68 કરોડના ખર્ચે સાકાર થયેલા આ બ્રિજનું લોકાર્પણ થતાં કુલ 7થી 8 લાખ વસ્તીને સીધો લાભ થશે. તેમજ સચિન રેલવે બ્રિજ કે જે 33.02 કરોડના ખર્ચે સાકાર કરાયો છે, જેનાથી સીધી 10 લાખ વસ્તીને લાભ મળશે. નવીન ફ્લોરિન ફ્લાય ઓવરબ્રિજ કે જે 36.08 કરોડના ખર્ચે સાકાર થઈ રહ્યો છે, જેનો લાભ 5થી 6 લાખની વસ્તીને થશે અને 51.06 કરોડના ખર્ચે સાકાર થયેલો લિંબાયત અંડરપાસ બ્રિજ તૈયાર થતાં 6 લાખ વસ્તીને લાભ થશે.

Most Popular

To Top