સુરત: (Surat) કેન્દ્રીય રેલ્વે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી (Textile Minister) દર્શનાબેન જરદોશે સુરતથી અયોધ્યા ધામ- સ્પેશિયલ ટુરિસ્ટ ‘આસ્થા’ ટ્રેનને સુરત રેલ્વે સ્ટેશનથી ફ્લેગ ઓફ આપી અયોધ્યા જવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. રેલ્વે મંત્રીએ અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં ભગવાન શ્રીરામના દર્શન માટે જઈ રહેલા શ્રીરામભક્તોને સુખદ યાત્રા માટે શુભેચ્છા પાઠવી હતી.
- અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં ભગવાન શ્રીરામના દર્શન માટે સુરતથી શ્રીરામભક્તો નિકળ્યા
- સુરતથી અયોધ્યા ધામ- સ્પેશ્યલ ટુરિસ્ટ ‘આસ્થા’ ટ્રેનને કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું
આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, અગ્રણી દિનેશભાઈ નાવડિયા, રેલ્વે અધિકારીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોશ આવતી કાલે મંગળવારે સાંજે ૫.૦૦ વાગ્યે પણ વધુ એક ઉધના રેલ્વે સ્ટેશનથી ઉધનાથી અયોધ્યા ધામ- સ્પેશ્યલ ટુરિસ્ટ ‘આસ્થા’ ટ્રેનને ફ્લેગ ઓફ આપી અયોધ્યા રવાના કરશે.