સુરતઃ (Surat) શહેર સુરતના વોર્ડ નં.૫ માં સમાવિષ્ટ હરિપુરા સોંય શેરી નં.૧-૨, હાંડીધોયાની શેરી તથા લાલવાડી અશાંતધારા (Ashant Dhara) હેઠળ આવતો વિસ્તાર છે. તેમ છતાં આ વિસ્તારમાં પણ છેલ્લા કેટલાક સમયથી વિધર્મીઓ દ્વારા મોટા પાયે પગ પેસારો કરવામાં આવી રહ્યો છે. મહોલ્લાની કોઇ એકની મિલકત ઊંચી કિંમત આપી ખરીદી લેવામાં આવે છે. ત્યાર બાદ ત્યાં મોટા મોટા એપાર્ટમેન્ટો (Apartment) બાંધી દઈ વિધર્મીઓને વેચાણ કરી દેવામાં આવે છે, જેથી આ વિસ્તારમાં તેમની વસ્તી વધી જતાં હિન્દુઓની મિલકત કોઈ પણ હિન્દુ લેવા તૈયાર ન હોય મિલ્કતો સાવ પાણીના ભાવે વિધર્મીઓને વેચવા મજબુર થવું પડતું હોય છે, જેની સામે હરિપુરા વિસ્તારના લોકોએ પણ એક સંપ થઈ અવાજ ઉઠાવેલ છે.
(૧) હરિપુરા હાંડીધોયાની શેરીમાં આવેલ ૫/૧૨૬૭–અ, તથા (૨) સોંયશેરી નં.૨ ની સામે આવેલ ૫/૧૩૫૮ તથા (૩) સોંયશેરી નં.૧ માં આવેલ ૫/૧૩૦૮ વાળી મિલ્કત મુસ્લિમ વ્યકિતઓને વેચાણ આપવાનું નકકી કરવામાં આવેલ જેની સામે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવેલ છતાં આ માલિકો દ્વારા મિલકત તબદીલી કરવા માટેની તૈયારીના ભાગ રૂપે નાયબ કલેકટર સિટી પ્રાંતની કચેરીમાં મિલકતની તબદીલી બાબતે મંજૂરી માટે અરજી કરવામાં આવેલ હતી. જે કામે તમામ સ્થાનિક રહિશો ધ્વારા એક સંપ થઈ મિલ્કતની તબદીલી સામે વાંધો વિરોધ નોધાવવામાં આવેલ હતો. જે કામ ચાલી જતા નાયબ કલેકટરશ્રી આર.આર.બોરડ સાહેબ દ્વારા વાંધેદારોના વાંધા ગ્રાહય રાખી અશાંતધારાની કલમ –૩ ની જોગવાઈઓનો ભંગ થતો હોવાનું જણાવી અશાંતધારા હેઠળના હરિપુરા વિસ્તારની મિલ્કતોની તબદીલી પૂર્વેની મંજુરી અંગેની તમામ અરજીઓ નામંજૂર કરી દેવામાં આવી છે.
વધુમાં આજ વિસ્તારમાં આવેલ મંદિરના ટ્રસ્ટ હેઠળ નોંધાયેલી મિલ્કત ૫/૧૨૮૧-એ તથા પ/૧૨૮૧–બી ની મિલ્કતમાં હનુમાનજીનું મંદિર આવેલ હોવા છતાં તેમાં સેવા પુજા કરવા રાખેલ વ્યકિતઓના વારસો દ્વારા મુસ્લિમ વ્યકિતને કબજા રસીદથી મિલ્કત તબદીલ કરવામાં આવેલ હોય તેની સામે પણ હવે કોટ વિસ્તાર હિત રક્ષક સમિતી ધ્વારા ચેરીટી કમિશનરને તથા કલેકટરશ્રીને તથા સરકારમાં ફરિયાદ કરવાનું નકકી કરવામાં આવેલ છે, તથા મિલકતમાં આવેલ હનુમાન મંદિર પણ પ્રકાર હસ્તક લેવા માટે અરજ કરનાર છે.