SURAT

સુરત એરપોર્ટ હવે સવારે 6 વાગ્યાને બદલે 8 વાગ્યાથી કાર્યરત થશે

સુરત: સુરત એરપોર્ટનો (Surat Airport) સમય બદલાયો હોવાની માહિતી સામે આવી રહી છે. આવતીકાલથી સુરત એરપોર્ટ પરથી પહેલી ફ્લાઈટ (Flight) 6 વાગ્યાના બદલે 8 વાગ્યે ઉપડશે. તમને જણાવી દઈએ કે ઈન્ડિગોની (Indigo) પ્રથમ ફ્લાઈટ દિલ્હીથી સુરત 8 કલાકે પહોંચશે. વહેલી સવારની એરઈન્ડિયાની ફ્લાઈટને (Air India) બંધ કરવામાં આવી છે. તેમજ સ્પાઈસ જેટની (Spice Jet) મુંબઈ ફ્લાઈટ પણ બંધ કરી દેવામાં આવી છે. વિન્ટર શિડ્યુલ (Winter Scheduled) પ્રમાણે હવે અઠવાડિયામાં માત્ર 83 જ ફ્લાઈટ્સ રવાના થશે. તેથી કહી શકાય કે દિવસ દરમિયાન માત્ર 12 ફ્લાઈટ્સ જ ઉડાન ભરશે. જો કે સત્તાવાર રીતે આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

  • વહેલી સવારે એર ઈન્ડિયાની ફ્લાઈટ સસ્પેન્ડ કરવામાં આવી હતી
  • સ્પાઈસ જેટની મુંબઈ ફ્લાઈટ સસ્પેન્ડ કરવામાં આવી હતી.
  • વિન્ટર શેડ્યૂલ હવે અઠવાડિયામાં માત્ર 83 ફ્લાઇટ્સ
  • સરેરાશ દિવસ 12 ફ્લાઈટ્,

વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રુપના જણાવ્યાં મુજબ આ માહિતી સામે આવી છે. જો કે હજી સુધી સત્તાવાર રીતે સુરત એરપોર્ટના ટાઈમ શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ કહી શકાય કે વિન્ટરમાં ધૂમ્મસના કારણે ઘણી વહેલી ફ્લાઈટ્સનો ટાઈમ ચેન્જ અથવા તો ફ્લાઈટ કેન્સલ કરી દેવામાં આવી શકી છે.

સુરત: એમ્બ્રોઈડરીના કારખાનામાં લાગી આગ, ગૂંગળામણના કારણે કામદારનું મોત
સુરત: સુરતના (Surat) અંજના ફાર્મ ઈન્ડસ્ટ્રીમાં (Anjana Farm Industry) આગ (Fire) લાગવાની ઘટના સામે આવી છે. સુરતના અંજના ફાર્મ સાઈકૃપામાં (Sai Krupa) આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. એમ્બ્રોઈડરીના મશીનમાં (embroidery machine) આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જો કે હજી ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ઘટના સ્થળ પર હાજર એક કામદારનું ગૂંગળામણના કારણે મોત (Death) નિપજ્યું હતું.

Most Popular

To Top