મુંબઈ: સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrasekhar) મની લોન્ડ્રિંગ (Money Laundering) કેસમાં બોલિવુડના (Bollywood) અત્યાર સુઘી બોલિવુડની બે અભિનેત્રી જેકલિન અને નોરા ફતેહીના નામ બહાર આવ્યાં હતાં. પરંતુ હવે આ કેસમાં એક નવો ઘટસ્ફોટ થયો છે. ઠગ સુકેશ ચંદ્રશેખરે અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને શ્રઘ્ઘા કપૂરના સંબંધોનો ખુલાસો કરતા બોલિવુડમાં ખળભળાટ મચી ગયો છે. આ ખુલાસો સુકેશ ચંદ્રશેખરે જાતે જ ઈડીની પૂછપરછ દરમિયાન કર્યો છે.
સુકેશે ઈડીને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તે વર્ષ 2015થી શ્રઘ્ઘા કપૂરને ઓળખે છે. સુશાંત સિંહ રાજપૂતના ડ્રગ્સ કેસમાં એનસીબીની (NCB) પૂછપરછ દરમ્યાન તેણે શ્રઘ્ઘાની મદદ કરી હતી. આ ઉપરાંત રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસના મામલામાં તેણે શિલ્પા શેટ્ટીનો સંપર્ક કર્યો હતો. ઈડીની પૂછપરછ દરમ્યાન જયારે સુકેશને શિલ્પા તેમજ તેના સંબંધો અંગે પૂછવામાં આવ્યુ ત્યારે તેણે જણાવ્યું કે શિલ્પા તેની મિત્ર છે. આ ઉપરાંત સુકેશે જણાવ્યું કે રાજ કુંદ્રા કેસમાં જામીન માટે તેણે શિલ્પાનો સંપર્ક કર્યો હતો. આ ઉપરાંત સુકેશે જણાવ્યું કે તે અભિનેતા હરમન બાવેજાને પણ ઓળખે છે. હરમનન તેનો ખૂબ જુનો મિત્ર છે. સુકેશ હરમનની આવનારી ફિલ્મ કેપ્ટનને પ્રોડયુસ કરવાનો હતો. કેપ્ટન ફિલ્મમાં કાર્તિક આર્યન લીડ રોલમાં છે.
તમને જણાવી દઈએ કે જેકલીન અને નોરા ફતેહી પહેલેથી જ સુકેશ મની લોન્ડ્રિંગ કેસને લઈને વિવાદોમાં છે. નોરા અને જેકલીન ઉપર સુકેશ પાસેથી મોંઘી ભેટ લેવાનો આરોપ છે. જેકલિન સાથે સુકેશની પર્સનલ તસ્વીરો પણ બહાર આવી હતી અને એવી પણ માહિતી મળી હતી કે તેઓ ડેટ કરી રહ્યાં છે. સુકેશે જેકલિન પાછળ લગભગ 10 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાની વાત બહાર આવી છે. તેણે 52 લાખની કિંમતનો ઘોડો તેમજ 4 પર્શિયન બિલાડી તેને ભેંટ સ્વરૂપે આપી હતી. આ ઉપરાંત ચાર્ટર્ડ ફ્લાઈટ્સ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે. બંને ચેન્નાઈની અલગ-અલગ મોંઘી હોટલમાં રોકાયા હતા. તેમજ તેઓ 3થી 4 વાર મળ્યાની માહિતી પણ બહાર આવી છે. જો કે આ વાત જેકલિને નકારી હતી.
જણાવી દઈએ કે સુકેશે 200 કરોડ રૂપિયાની ઠગ કરી હતી. આ ઉપરાંત તે વર્ષ 2017થી જેલમાં છે અને જેલની અંદરથી જ તેણે આ ઠગને અંજામ આપ્યો હતો. સુકેશ વિરુદ્ધ ઘણા રાજ્યોમાં છેતરપિંડીના કેસ નોંધાયેલા છે. તે ટીટીવી ધિનાકરણ પાસેથી પૈસા લેતા પકડાયો હતો. તે સમયે તે ચૂંટણી પંચના સંપર્કમાં હોવાનો દાવો કરીને રૂ. 50 કરોડના સોદા માટે વાટાઘાટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. 2017માં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક હોટલમાં તેના રૂમમાંથી 1.3 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ અગાઉ ગર્લફ્રેન્ડ અને ‘મદ્રાસ કેફે’ એક્ટ્રેસ લીના મારિયા પોલ સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી. બંને ઉપર ફિલ્મ પ્રોડ્યુસર બનીને આ બિઝનેસમેનોને છેતરવાનો આરોપ હતો. સીબીઆઈ ઓફિસર બનીને પણ તેણે ઘણી વખત લોકોને છેતર્યા છે. તેમના પીડિતોમાં TDPના પૂર્વ સાંસદ સાંબાશિવ રાવનો સમાવેશ થાય છે, જે મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ સાંસદ છે.