સ્ટેટ બેંક ઓફ ઇંડિયા, દેશની સૌથી મોટી સરકારી બેંક જે એના રેઢિયાળ કારભાર અને કર્મચારીઓની ગેરવર્તણૂક માટે પ્રખ્યાત છે! અને એનો અનુભવ મને પણ થયો! ચોકબજાર સુરત બ્રાંચમાં બેંકની જુદી જુદી સ્કીમો હેઠળ મારાં ખાતાંઓ છે. તેની પાસબુકો ભરાવા ગત 8.4 ના રોજ બેંકમાં ગયો. ત્યારે લાંબી લાઇન હતી એટલે એક કલાક પછી મારો નંબર આવ્યો! પાસબુક ભરાવ્યા પછી તપાસતાં ખબર પડી કે એમાં જે એન્ટ્રીઓ પડી છે એ પૈકી મેં તો કોઇ નાણાંકીય વ્યવહારો કર્યા જ નથી! સિનિયર સીટીઝન સેવિંગ સ્કીમનું ખાતું મેં ફેબ્રુઆરીમાં જ ખોલાવ્યું એટલે એમાં બે જ એન્ટ્રી પડે તેને બદલે એમાં જાન્યુઆરીથી એપ્રિલ સુધીની એન્ટ્રીઓ પ્રીન્ટ થઇ અને આ જ પ્રકારની ભૂલો અન્ય પાસબુકોમાં પણ નજરે પડી! લાઇનમાં ઊભેલા અન્ય ગ્રાહકોની પણ આ જ ફરિયાદ હતી! મેં બેંક કલાર્કનું ધ્યાન દોર્યું તો કહે, પાછા લાઇનમાં ઊભા રહો. ફરીથી પ્રીન્ટ કરી આપીશ. મારી આગળ એક પેન્શનર હતા. તેમના ખાતામાં એ ભાઇના પેન્શન ખાતાને બદલે કોઇ બીજાનું પેન્શન જમા થયું. તો ભાઇ રડમસ થઇ ગયા! બેંકના આ રેઢિયાળ કારભાર બાબતે મેં બેંકની વહીવટી કચેરી, મુંબઇને વિગતે ઇ-મેઇલ કર્યો છે. હકારાત્મક જવાબની આશા સાથે!
સુરત – ભાર્ગવ પંડયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
એસ.બી.આઈ.ના ગ્રાહકોની પાસબુકમાં આવી ભૂલો?!
By
Posted on