SURAT

યુનિ.માં સરકારની ગાઇડલાઇન મુજબ આયુર્વેદિક અને હોમિયોપેથિક સેવા શરૂ કરવા રજૂઆત

સુરત:  રાજય સરકારે આયુષ મંત્રાલયની ગાઇડલાઇન મુજબ અલગ અલગ હોસ્પિટલ્સમાં શરૂ કરેલી હોમિયોપેથિક અને આયુવેર્દિક સેવાઓ યુનિ.ના હેલ્થ સેન્ટર ઉપર પણ શરુ કરવા માંગણી કરાઇ છે. યુનિ.ના સિન્ડિકેટ સદસ્ય ડો.કશ્યપ ખરચીયાએ વિગતો આપતા કહ્યું હતું કે, તાજેતરમાં રાજય સરકારે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ કેટલીક હોસ્પિટલ્સમાં એલોપેથી સાથે સાથે હોમિયોપેથિક અને આયુર્વેદિક સારવાર પણ ચાલુ કરવામાં આવી છે.

આ પદ્ધતિથી અનેકાનેક લોકોને ફાયદા થયા છે. અને હાલ સેંકડો લોકો એલોપેથી સાથે સાથે હોમિયોપેથિક તેમજ આયુવેર્દિક સારવાર પણ લઇ રહ્યાં છે. જેથી નર્મદ યુનિ. ખાતે આવેલા હેલ્થ સેન્ટર ઉપર પણ આ સારવાર ચાલુ કરવી જોઇએ. તેમને કહ્યું હતું કે યુનિ. દક્ષિણ ગુજરાતના છ જિલ્લાના અનેક ગામો સુધી ફેલાયેલી છે. યુનિ. સંલગ્ન કોલેજો પણ સમગ્ર દક્ષિણ ગુજરાતભરમાં છે. આપણી યુનિ.માં કેમ્પસમાં પણ આશરે 4500 વિદ્યાર્થીઓ અલગઅલગ વિભાગમાં પીજી અભ્યાસ કરી રહ્યાં છે. તેવી જ રીતે યુનિ.નો એક હજાર કરતા વધારે સ્ટાફ છે. રોજરોજ કોવિડ વચ્ચે ડયુટી બજાવે છે. કોરોના કાળમાં યુનિ.એ હેલ્થ સેન્ટરમાં હોમિયોપેથિક અને આયુવેર્દિક સારવાર પણ ચાલુ કરવી જોઇએ.

યુનિ.ની સિન્ડિકેટ સભા પણ ડિજિટલાઇઝેશન કરવા માંગ

શહેરની વીર નર્મદ યુનિ.ના યુવા સિન્ડિકેટ સભ્ય ડો.કશ્યપ ખરચિયાએ જણાવ્યું હતું કે, ભારત સરકારે જયારે ડિજિટલ ઇન્ડ્યાને પ્રાયોરિટી આપી રહી છે. તે મુજબ આપણી વીર નર્મદ યુનિ.ની સિન્ડિકેટ સભાને પણ ડીજીટાલાઇઝ કરવી જોઇએ. તેમણે કહ્યું હતુ કે સિન્ડિકેટ સભાના એજન્ડા તેમજ એન્કલોઝેમેન્ટ મેઇલ ઉપર મોકલવામાં આવે અને સિન્ડિકેટ સભા પણ ડીજીટલાઇઝ કરવા સભામાં દરેક સભ્યને એક એક કોમ્પ્યુટર ફાળવવુ જોઇએ. જેથી પેપરનો બચાવ થાય અને પયાર્વરણનો પણ બચાવ થાય.

Most Popular

To Top