રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) કેવડીયા (Kevadia) રેલે સ્ટેશન (Railay Station) પર રેલવે પોલીસને (Railway Police) બે બાળકો (Two children) મળી આવ્યા હતા. તપાસમાં આ બાળકો દિલ્હીના હોવાનું જાણવા મળ્યું, એમણે તુરંત નર્મદા જિલ્લા બાળ સુરક્ષા કચેરીનો સંપર્ક કરી બાળકોની સોંપણી કરી હતી. કાઉન્સિલીંગ દરમિયાન એક બાળકે એવો ખુલાસો કરે છે કે સાહેબ મારી મમ્મી મારી પાસે ભીખ મંગાવે છે એટલે હું ઘરેથી નીકળી ગયો હતો.આખી ઘટના એવી છે કે ગુરૂવારે રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા રેલવે સ્ટેશન પર બે બાળકો આમ તેમ ફરી રહ્યા હતા.
ટ્રેન આગળ નીકળી ગઈ અને તેઓ કેવડીયા ઉતરી ગયા
રેલવે પોલીસે એ બંને બાળકોની પૂછતાછ કરી તો બાળકોએ ફ્કત એટલું જણાવ્યું કે તેઓ દિલ્હીના છે, પોતાના ફોઈના ઘરે જતા હતા પણ ઊંઘી જવાને કારણે ટ્રેન આગળ નીકળી ગઈ અને તેઓ કેવડીયા ઉતરી ગયા. રેલવે પોલીસે નર્મદા જિલ્લા બાળ સુરક્ષા કચેરીનો સંપર્ક કરી બે બાળકોની શુક્રવારે સવારે સોંપણી કરી. ત્યાંથી એમની સોંપણી રાજપીપલા ચિલ્ડ્રન હોમને કરવામાં આવી છે.નર્મદા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમાર અને ચિલ્ડ્રન હોમ રાજપીપલાના સુપરિટેન્ડેન્ટ ધ્રુમિલ દોશી જણાવે છે કે કાઉન્સેલિંગમાં બે જ કલાકમાં 10 વર્ષના નાના બાળકે જણાવ્યું હતું કે મારી માં અમને ભીખ માંગવા મોકલે છે.
ભીખ ન આપીએ તો મારે છે જેથી અમે ઘરેથી ભાગીને આવ્યા છે
ભીખ ન આપીએ તો મારે છે જેથી અમે ઘરેથી ભાગીને આવ્યા છે. જોકે બન્ને કાકા -કાકાના દીકરા છે એટલે મોટા 12 વર્ષના બાળકને પિતાનો મોબાઈલ નંબર ખબર હતો, એ નંબર પર સંપર્ક કરી એના પિતાને જાણ કરાતા તેઓ રાજપીપળા ખાતે દોડી આવ્યા હતા બાદમાં બંને બાળકોની સોંપણી કરવામાં આવી હતી. ચિલ્ડ્રન હોમ રાજપીપલા દ્વારા નોઈડા પોલીસને પણ જાણ કરાઈ હતી અને હવે નોઈડા પોલીસ અને નોઈડા બાળ વિકાસ અધિકારી પણ આ બાળકોનું ધ્યાન રાખશે.