Sports

મેદાનમાં ઘૂસ્યો સાપ, ભારત-દક્ષિણ આફ્રિકા T20 મેચ 10 મિનિટ માટે રોકાયેલી રહી, જુઓ વીડિયો

ગુવાહાટીમાં (Guwahati) રમાઈ રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકા (India And South Africa) વચ્ચેની ત્રણ મેચની શ્રેણીની બીજી T20માં કેપ્ટન રોહિત શર્મા (43) અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલે ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 96 રન જોડ્યા હતા. જોકે તેઓની ઝડપી બેટિંગ વચ્ચે 8મી ઓવર પહેલા મેચ (Match) બંધ થઈ ગઈ હતી અને તેનું કારણ ઘણું મોટું હતું. કદાચ આવું પહેલીવાર જોવા મળ્યું હશે જ્યારે મેચની વચ્ચે કોઈ સાપ (Snake) મેદાનમાં ઘૂસ્યો હશે. ઘણી વાર મેદાનમાં કૂતરા, બિલાડી, મધમાખી તો જોવા મળ્યા હશે પરંતુ લાઈવ મેચની વચ્ચે કોઈ ઝેરી સાપ પહેલીવાર દેખાયો હતો.

  • ગુવાહાટીમાં ભારત-દક્ષિણ આફ્રિકા લાઈવ મેચમાં સાપ ઘૂસી ગયો
  • 8મી ઓવર પહેલા બનેલી ઘટનાથી રમત બંધ થઈ ગઈ હતી
  • રોહિત શર્મા અને કેએલ રાહુલે ધમાકેદાર શરૂઆત કરી હતી

અવારનવાર ટેકનિકલ ખામીના કારણે, ફેન ઘુસી જવાના કારણે અથવા તો ક્યારેક કૂતરો આવવાના કારણે ક્રિકેટ મેચ અટકાવવામાં આવી છે. પરંતુ મેદાનમાં સાપ આવવાને કારણે રમત બંધ કરવી પડી હોય તેવું પહેલીવાર સાંભળવા મળ્યું છે. કેપ્ટન રોહિત શર્મા અને વાઈસ કેપ્ટન કેએલ રાહુલ ભારત તરફથી બેટિંગ કરી રહ્યા હતા ત્યારે એક સાપ મેદાનમાં ઘુસી ગયો હતો.

અહીં બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને સાવધાન થઈ ગયા અને સાપને જોવા લાગ્યા. દરમિયાન ગ્રાઉન્ડ સ્ટાફ દોડી આવ્યો હતો અને સાપને પકડીને બહાર કાઢ્યો હતો. લગભગ 10 મિનિટ સુધી રમત રોકવામાં આવી હતી, ત્યારબાદ મેચ ફરીથી શરૂ કરવામાં આવી હતી.

Most Popular

To Top