નવી દિલ્હી: સાઉથ ટીવી ઇંડસ્ટ્રીથી (South TV Industry) એક આશ્ચર્યચકિત ઘટના સામે આવી છે. જેમાં મલયાલમ સીરિયલની ફેમસ એક્ટ્રેસે (Actress) એક 75 વર્ષીય વૃદ્ધ સાથે હની ટ્રેપિંગ (Honeytrap) કરી હોવાની શર્મસાર ઘટના સામે આવી છે. જેમાં હની ટ્રેપિંગ સિવાય વૃદ્ધ પાસેથી 11 લાખ રૂપિયાની ગેરકાયદેસર રીતે માંગણી પણ કરવામાં આવી હતી. એક્ટ્રેસ નિત્યા સસીએ તેના મિત્ર બિનુ સાથે મળી માત્ર 11 લાખ રૂપિયા માટે આ ઘટનાને અંજામ આપ્યુ હતું. જો કે આ મામલે હાલ પોલીસે (Police) આ બંનેની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ આ ઘટના આ ઘટના કેલના પરાવુર જિલ્લાની છે. જો કે નિત્યા પોતે એક વકીલ હોવા છતાં તેના મિત્રની મદદથી આ શર્મનાક ઘટના ઘટી હતી. તેમજ 32 વર્ષીય આરોપી નિત્યા સસી જે મલયાલપુઝા, પથનમથિટ્ટાની રહેવાસી છે. જ્યારે તેણીનો મિત્ર બિનુ કે જે કલાઈકોડ, પારાવુરનો રહેવાસી છે. પાલીસ તપીસમાં સામે આવ્યુ કે તેઓએ સાથે મળીને કેરળ યુનિવર્સિટીના ભૂતપૂર્વ કર્મચારી અને 75 વર્ષના ભૂતપૂર્વ સૈનિક (તિરુવનંતપુરમ)ને પોતાનો શિકાર બનાવ્યો છે. આ ઘટના 24 મેના રોજ શરૂ થઈ હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિ પોતાનું ઘર ભાડે આપવા માંગતો હતો અને નિત્યાએ તેનો ફોન પર સંપર્ક કર્યો હતો.
ત્યાર બાદ થોડા દિવસો પછી નિત્યા ઘર જોવા આવી અને તે વ્યક્તિ સાથે મિત્રતા કરી હતી. તેની ફરિયાદમાં વ્યક્તિએ કહ્યું છે કે તેણીએ તેને એન્કર હાઉસની અંદર લલચાવી અને તેને ધમકાવવાનું શરૂ કર્યું અને તેના કપડાં ઉતાર્યા પછી તેની સાથે નગ્ન તસવીરો ખેંચાવી હતી. વ્યક્તિએ જણાવ્યું કે બિનુ પણ ત્યાં હાજર હતો અને તે તેની તસવીરો લઈ રહ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ તેની પાસેથી 25 લાખ રૂપિયાની માંગણી કરી અને તે તસવીરો સોશિયલ મીડિયા પર લીક કરવાની ધમકી પણ આપી હતી. અનેક ધમકીઓ બાદ આખરે વ્યક્તિએ તેને 11 લાખ રૂપિયા આપ્યા. તેણે વિચાર્યું કે હવે મામલો સમાપ્ત થઈ જશે, પરંતુ તે પછી તેણે ફરીથી પૈસા માંગવાનું શરૂ કર્યું. આ પછી તેણે 18 જુલાઈએ પરાવુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.