Business

સોનગઢમાં બબાલ: બમ્પરની બાજુમાં પથ્થર મુકી દેવાતા લાકડીઓ ઉછળી

સોનગઢના (Songadh) ધમોડીથી ખરસી તરફ જતા માર્ગે બમ્પરની બાજુમાં પથ્થર (Stone) મૂકનાર અરવિંદ ગામીતના માથામાં તેજશ ગામીતે લાકડાનો ફટકો મારતાં તેને ગંભીર ઇજા થઈ હતી. આ બબાલ રસ્તાના (Road) બમ્પરની (Bumper) બાજુમાં મૂકેલા પથ્થરો હટાવવા મામલે થઈ હતી.

  • ધમોડીમાં બમ્પર પાસેના પથ્થર હટાવવા બાબતે બબાલ, એકનું માથું ફૂટ્યું
  • ઘરની સામે રોડ પર બમ્પર હોવા છતાં વાહનો પૂરપાટ ઝડપે પસાર થતા બમ્પરની બાજુમાં પથ્થરો મૂકી દીધા હતા

સોનગઢના ધમોડીના દાદરી ફળિયામાં રહેતા અરવિંદ બાબલા ગામીતના ઘરની સામે રોડ પર બમ્પર હોવા છતાં વાહનો રસ્તાની સાઈડેથી પૂરપાટ ઝડપે પસાર થતા હોય અકસ્માત ન થાય એ માટે અરવિંદના ઘરેથી કોઇએ બમ્પરની બાજુમાં પથ્થરો મૂકી દીધા હતા. ગત તા.૬ ફેબ્રુઆરીના સાંજે ત્યાંથી મોટરસાઇકલ પર પસાર થતા તેજશ બાલુ ગામીત (રહે.,દાદરી ફળિયું, ધમોડી, તા.સોનગઢ)એ પથ્થર હટાવવાનું શરૂ કર્યું હતું. તેથી અરવિંદે વાહનો પૂરઝડપે જતા હોવાથી પથ્થર હટાવવાની ના પાડી હતી. જેથી બંને વચ્ચે બબાલ થઈ હતી. આ સમય તેજસ ગામીત અરવિંદને ધમકી આપીને નીકળી ગયો હતો. થોડાક સમય પછી સ્થળે ફરી આવી તેણે અરવિંદ ગામીતના માથામાં લાકડાનો ફટકો મારી દીધો હતો. જેથી બેહોશ થઇ નીચે પડી ગયેલા અરવિંદ ગામીતને વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તબિયત વધુ ખરાબ હોવાથી તેમને સુરત ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અંક્લેશ્વરના હજાત નજીક ક્રૂડ ઓઇલની લાઇનમાં ભંગાણ સર્જી ઓઇલ ચોરીનો પ્રયાસ
અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકાના હજાત ગામની સીમમાં ભરૂડી મંદિર સામે ઓ.એન.જી.સી.ના જંક્શન પોઈન્ટની ક્રૂડ ઓઈલની લાઈનમાં ભંગાણ સર્જી ઓઈલ ચોરીનો પ્રયાસ કરવા સાથે નુકસાન કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
મહેસાણા એસ.આર.પી.એફ. ગ્રુપ-૧૫ના એ.એસ.આઈ. હર્ષદ પટેલ સ્ટાફ સાથે અંકલેશ્વર ઓ.એન.જી.સી.ની લાઈનમાં ભંગાણ કરી ચોરીની પ્રવૃત્તિઓ થતી અટકાવવાના પેટ્રોલિંગમાં હતો. દરમિયાન હજાત ગામની સીમમાં ભરૂડી મંદિર સામે ઓ.એન.જી.સી.ના જંક્શન પોઈન્ટ પાસે એક ઇસમ મોબાઈલ ટોચના અજવાળે સીટીએફ તરફ જતી ક્રૂડ ઓઈલની અન્ડર ગ્રાઉન્ડ ચાલુ લાઈનમાં ભંગાણ સર્જી ક્રૂડ ઓઈલની ચોરી કરી રહ્યો હોવાનું ધ્યાન પર આવતાં એસ.આર.પી.એફ. જવાનોએ તેઓની ગાડી ઊભી કરતાં ઓઈલ ચોર ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ચોરીની ઘટના અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top