જીવન જરૂરિયાતની પ્રત્યેક ચીજ વસ્તુઓ ભેળસેળ થકી અભડાઇ ગઇ છે. આજકાલ દરરોજ વર્તમાનપત્રમાં બનાવટી જીરુ, હળદર, મરચાં, આઇસ્ક્રીમ (જેમાં દૂધ હોતું જ નથી) માવા મીઠાઇ શોધવું પડે. કઇ વસ્તુમાં મિલાવટ નથી. વર્ષમાં એકાદ બે વાર નમૂનાઓ લેવાય અને સમાચાર સ્પષ્ટ શબ્દોમાં ફેઇલ આવે. પ્રજા સુધ્ધાં આ બધું વાંચે, જાણે, પરંતુ લાચાર. બરફના ગોળા પર છંટાતો રંગબેરંગી શરબતનો મારો ટેસ્ટી તો હોય, પરંતુ એનું ઝેર ગરમીના દિવસોમાં પેટમાં રેડાય અને ડાયેરીયા જેવા દર્દ થાય. નમૂનાનો રીપોર્ટ આવ્યા પછી શું થયું તો માહિતી છૂપી રહે અને પડેલી ટેવ કંઇ જાય. થોડા દિવસ પછી એ રામ એના એ જ. માટે આવા ભેળસેળિયા નમૂના પકડાય, માણસના જીવન સાથે ચેડાં થાય.
બોગસ ડોક્ટરોની સુધ્ધાં કમી નથી. દર્દ સારું કરવા ગયેલ દર્દી ઉંટવૈદાથી ગંભીર બીમારીમાં સપડાય. માટે આવા ભેળસેળિયાઓને ખો ભૂલી જાય એવી સજા થવી જોઇએ. સમાધાન કે પાછલે બારણે પતાવટ કદી નહિ થવી જોઇએ. પાવડે પાવડે ઓસડવાની લ્હાયમાં પ્રજાની જિંદગી સાથે આવા ખેલ ક્યારે અટકશે. રેતીખનનથી જતા જીવ, માફિયા, બહુમતીથી ચૂંટાતી સરકાર વિરોધ પક્ષની નબળાઇ બાંધકામ રોજના અકસ્માતો ક્યારે અટકશે. બાવળના કાંટાએ સુગરીને બોલાવી પૂછ્યું, કેટલો બાકી છે. માળો જવાબ આપ્યો વ્હાલા બચ્ચાનો સવાલ છે… એમ ઉતાવળે થોડા બંધાય પેલા ફ્લેટનું પ્લાસ્ટર કરનારની જેમ.
સુરત – કુમુદભાઇ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જવાબદાર વાલી કરે તો શું કરે?
હમણાં જ એક ટી.વી. ચેનલના સમાચાર મુજબ સીબીએસઇના નર્સરીથી ધો. 2 સુધીનાં બાળકો માટે જાદુઇ પિટારાનું નવું મોડેલ કાર્ટૂન જોતાં જોતાં મોબાઇલ કે સ્માર્ટ ટી.વી.માં એપથી ભણી શકાશે. એક તરફ સમાજશાસ્ત્રીઓ, બુધ્ધિજીવીઓ ગાજી બજાવીને કહે છે કે 14 વર્ષ સુધીનાં બાળકોને મોબાઇલ કે તેવા ગેઝેટથી દૂર રાખો. તેના રેડિયેશન બાળકદની આંખો સહિત શરીરનાં બીજાં અંગોને ભારે નુકસાન કરે છે. બીજી તરફ ભણતરમાં કવાયત શરૂ થઇ ગઇ છે. હવેનું બાળક વેસ્ટર્ન ટોયલેટથી માંડીને જમવાના સમયે પણ મોબાઇલના કાર્ટૂન કે તેની પસંદની ક્લીપો જોઇ રહ્યું છે. તેનાથી ભૂલકાંઓને બચવાના પ્રયાસ તેનાં માતા-પિતાઓ કરી રહ્યાં છે અને શાળાઓ અભ્યાસના નામે બાળકોને શારીરિક નુકસાન થાય તેવા સફળ પ્રયાસો હાથ ધરે છે. જવાબદાર વાલીઓ કરે તો શું કરે.
સુરત – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.