વાંકલ(Vankal) : ડેડીયાપાડાનાના (Dediyapada) ચિકદા ગામના આઠ વર્ષીય બાળકને (8 yearsh old Boy) સાપ કરડતા (Snake Bite) ગંભીર હાલતમાં સારવાર (Treatment) માટે બારડોલી ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે ઝંખવાવ નજીક બાળકના શ્વાસ અને ધબકારા (Pulse) બંધ થઈ જતા વાંકલ ગામની 108 એમ્બ્યુલન્સની (Ambulance) ટીમે કુત્રિમ શ્વાસ આપી જીવ બચાવ્યો હતો.
- ડેડિયાપાડાના ચિકદા ગામમાં બાળક ઘરમાં સૂતો હતો ત્યારે સાપ કરડ્યો
- ચિકદા ગામના મુકેશ વસાવાના 8 વર્ષીય પુત્ર વિવાનને સાપ કરડ્યો
- સારવાર માટે લઈ જતા હતા ત્યારે રસ્તામાં શ્વાસ બંધ થઈ ગયો
- 108ના સ્ટાફ અજય ચૌહાણ, જીજ્ઞેશ ગામીતની સમયસૂચકતાને લીધે બાળકનો જીવ બચ્યો
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ચિકદા ગામના વિવાનભાઈ મુકેશભાઈ વસાવા (ઉંમર 8 વર્ષ) ઘરે સૂતો હતો ત્યારે સાપ કરડતાં નજીકની સરકારી હોસ્પિટલ ડેડીયાપાડામાં લઇ જવાયો હતો ત્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે બાળકને રિફર કરવામાં આવતા ખાનગી વાહનમાં બારડોલી લઈ જતા હતા ત્યારે માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામ નજીક બાળકની હાલત ગંભીર થતાં બાળકના સગા રાકેશભાઈએ 108ને કોલ કર્યો હતો. આ કોલ વાંકલની 108 એમ્બ્યુલન્સને મળ્યો હતો જેથી એમ્બ્યુલન્સના કર્મચારી E.M.T. અજય ચૌહાણ, પાઇલટ જીજ્ઞેશ ગામીત ઘટના સ્થળ પર જવા માટે નીકળી ગયા હતા.
ઘટના સ્થળ પર બાળકને તપાસતા બાળકના હૃદયના ધબકારા અને શ્વાસ બંધ હતા ત્યારે 108ના કર્મચારીઓએ સમય સૂચકતા સાથે બાળકને સી.પી. આર. અને બી.વી.એમ. દ્વારા કુત્રિમ શ્વાસ આપતા હોસ્પિટલ પહોંચતાની પહેલા બાળકના હૃદયના ધબકારા અને શ્વાસ ચાલુ થઇ ગયા હતા ઝંખવાવ રેફરલ હોસ્પિટલમાં લઇ ગયા હતા ત્યાં ઈમરજન્સી ડોક્ટર દ્વારા પ્રાથમિક સારવાર આપી હતી પરંતુ બાળકની હાલત ગંભીર હોવાથી બાળકને સિવિલ હોસ્પિટલ સુરત રીફર કરવામાં આવ્યો હતો. 108ના કર્મચારી દ્વારા બાળકને સિવિલ હોસ્પિટલમાં સલામત રીતે પહોંચાડવામાં આવ્યો હતો હાલ સારવાર બાદ બાળકની તબિયત ખુબ જ સારી છે હોવાનું જાણવા મળી રહ્યું છે. 108ના કર્મચારીની સારી કામગીરી ને પરિવારજનો એ બિરદાવી આભાર માન્યો હતો