કોલંબો, તા. 10 દેશને સૌથી ખરાબ આર્થિક સંકટમાં ધકેલી દેનાર રાજપક્ષે (Rajapakse)પરિવારની સત્તા પરથી હકાલપટ્ટી(Expulsion)બાદ શ્રીલંકાના અભૂતપૂર્વ સરકાર વિરોધી પ્રદર્શનો (Opposition demonstrations)આખરે મંગળવારે 123 દિવસ બાદ ઔપચારિક રીતે સમાપ્ત થયાં હતા. જ્યારે પ્રદર્શનકારોએ વચન આપ્યું હતું કે સિસ્ટમ પરિવર્તન માટેની તેમની ઝુંબેશ ચાલુ રાખશે.
સરકાર વિરોધી વિરોધ શિબિર છોડી દીધી
વિરોધીઓએ ગેલે ફેસ પ્રોમેનેડ ખાતે મુખ્ય સરકાર વિરોધી વિરોધ શિબિર છોડી દીધી હતી જ્યાં તેઓ 9 એપ્રિલથી ધરણાં કરી રહ્યા હતા અને ‘ગોટા ગો હોમ વિલેજ’ (રાજપક્ષે ઘરે જાઓ) તરીકે બ્રાંડ કરી રહ્યા હતા.જૂથના પ્રવક્તા મનોજ નાનાયક્કારાએ કહ્યું હતું કે,“અમે આજે સામૂહિક રીતે ગેલે ફેસ સાઇટ છોડવાનું નક્કી કર્યું છે. તેનો અર્થ એ નથી કે અમારો સંઘર્ષ સમાપ્ત થઈ ગયો છે.” યુવાન સાધુએ કોસ્વાટ્ટે મહાનામાએ કહ્યું કે, ”અમે કટોકટીની સ્થિતિનો અંત લાવવા, નવી સંસદીય ચૂંટણી અને રાષ્ટ્રપતિ પ્રણાલીનો અંત લાવવા માટે દબાણ કરીએ છીએ.”
સિસ્ટમ ચેન્જ માટેની અમારી ઝુંબેશ ચાલુ
અન્ય એક કાર્યકર્તા વિદર્શના કન્નંગારાએ જણાવ્યું હતું કે, ”સિસ્ટમ ચેન્જ માટેની અમારી ઝુંબેશ ચાલુ રહેશે. જોકે, અમે અમારું અભિયાન અહીં આ સાઇટ પર સમાપ્ત કર્યું છે.”પોલીસે ગયા અઠવાડિયે દેખાવકારોને 5 ઓગસ્ટ સુધીમાં ગેલે ફેસ સાઇટ છોડી દેવા જણાવ્યું હતું, પરંતુ તેઓએ આ આદેશનો અનાદર કર્યો હતો અને વિરોધ કરવાના તેમના અધિકારનો દાવો કરીને અપીલ કોર્ટમાં રિટ અરજીઓ દાખલ કરી હતી.
જો કે, જ્યારે વિરોધીઓએ ગેલે ફેસ સાઇટ છોડી દીધી ત્યારે જાહેરાત કરવામાં આવી હતી કે તેઓએ રિટ અરજીઓ પાછી ખેંચી લીધી છે. શેરી વિરોધ ગયા મહિને પહેલાથી જ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો.માર્ચમાં વિરોધીઓએ શક્તિશાળી રાજપક્ષે પરિવાર વિરુદ્ધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું અને સમગ્ર રાજપક્ષે પરિવારના રાજીનામાની માંગ કરી હતી.