વડોદરા : વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતી યુવતીને આત્મવિવાહ કરવાનો નિર્ણય કરવાની સાથે વડોદરા શહેરમાં આ ચર્ચા એ લગ્નનો વિરોધ નોંધાઈ રહ્યો છે. વડોદરા શહેર ભાજપના ઉપપ્રમુખે તો જણાવ્યું હતું કે આ યુવતી શહેરના મહાદેવ મંદિરમાં તો શું આખા વડોદરાના કોઈપણ મંદિરમાં લગ્ન ન થવા દઉં કારણ કે આ લગ્ન ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મની વિરુદ્ધ છે. વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી શમા બિંદુએ ભારતમાં પ્રથમ વખત આત્મ વિવાહ લગ્ન કરવાની જાહેરાત કરતા શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે વડોદરા શહેર ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ ડેપ્યુટી મેયર સુનીતા શુક્લએ જણાવ્યું હતું. કે શમા બિંદુએ જે આત્મવિવાહના નિર્ણય અને જગ્યા પસંદ કરી તે હારી હરેશ્વર મહાદેવના મંદિરમાં હું તેના તા. ૧૧ જુને તેના લગ્ન નહી થવા દઉ.આ લગ્ન હિંદુ ધર્મની અને ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ છે તેના લગ્ન તો કોઈ મેરેજ હોલ, કે બેન્કવેટ હોલ કે વિદેશમાં જઈને કરે પણ વડોદરા ના કોઇપણ મંદિરમાં તો હું તેના લગ્ન નઈ થવા દઉં.
આત્મવિવાહ શું છે ?
આત્મવિવાહ એ શમા બિંદુ પોતાની જાતને તે નાનપણથી જ પ્રેમ કરે છે. તેથી તેને નાનપણથી જ નક્કી કર્યું હતું કે તે લગ્ન તે જેને પ્રેમ કરે છે તેની સાથે જ લગ્ન કરશે. પોતાની જાતને જ પોતાની સાથે લગ્ન કરે તેને આત્મવિવાહ કહેવાય છે.