Vadodara

શહેરા તાલુકાના વલ્લભપુર ગામના આઠ યુવાનો આત્મવિલોપન કરવા જતા પોલીસ દ્વારા અટકાવાયા

શહેરા  : શહેરા મામલતદાર કચેરી ખાતે તાલુકાના વલ્લભપુર ગામની સર્વે નંબર ૬૫૭ બ (૯૮૧૪)  આવેલી ગૌચર જમીનમાં કથિત ખોટી રીતના એક પાકી અને બે કાચી નોધ પાડવાના  આક્ષેપ સાથે વલ્લભપુર ગામના  આઠ યુવાનો દ્વારા  જિલ્લા કલેકટર અને  પ્રાંત કચેરી ખાતે    રજૂઆત કરી હતી.

રજૂઆત કરનાર  આઠ યુવાનો પૈકીના  ચાર યુવાનો પ્રાંત કચેરી અને  ૪ યુવાનો દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે સોમવારના રોજ આત્મવિલોપન કરવાના હતા. તાલુકા સેવા સદન ની બહાર પોલીસે  આઠ વ્યક્તિઓને  આત્મવિલોપન કરતા અટકાવીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી..

શહેરા ના વલ્લભપુર ગામેં  સર્વે નંબર ૬૫૭ બ (૯૮૧૪) આવેલી ગ્રેનાઈટ પથ્થરની લીઝ કાયમ માટે રદ થાય તે માટે ગામના જાગૃત નાગરિકો એ ગાંધીનગર સુધી રજુઆત કરી હતી. આ ગામના જાગૃત નાગરિકો  લીઝ મા ખોદકામ કરેલ ની માપણી કરીને  યોગ્ય કાર્યવાહી  ખાણ ખનીજ વિભાગ કરે તેવી આશા રાખી રહ્ના હતા.

આ ગામના યુવાન   સોલંકી ગજેન્દ્ર સિંહ,સોલંકી જશપાલ સિંહ,મુકેશ ભાઈ, અરવિંદ ભાઈ, સોલંકી યુવરાજ સિંહ તેમજ સોલંકી જશવંત સિંહ સહિતનાઓ એ  મામલતદાર કચેરી ખાતે  કથિત ખોટી રીતે એક પાકી અને બે કાચી નોધ પડી હોવાનો આક્ષેપ સાથે આ નોંધ રદ કરવા માટે પ્રાંત કચેરી અને જિલ્લા કલેકટર કચેરી ખાતે  લેખિતમાં  રજૂઆત કરી હતી,સાથે  મામલતદાર કચેરી ખાતે ગૌચર   જમીન મા પાડેલ કુલ ત્રણ નોધ રદ નહી કરવામાં આવેતો આત્મવિલોપન ની ચીમકી ઉચ્ચારી હતી.

જેને લઈ વલ્લભપુર ગામ ના આઠ જેટલા યુવાનો લીઝ ની જમીન મા પાડેલ એક પાકી અને બે કાચી નોધ રદ કરવા આઠ પૈકીના ચાર યુવાનો કલેકટર કચેરી ખાતે અને બીજા ચાર યુવાનો પ્રાંત કચેરી ખાતે આત્મવિલોપન  કરવાની જાહેરાત કરી હતી. જેને લઈ સંબંધિત તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો હતો અને તેઓની ભાળ મેળવવા માટે એડી ચોટી નું જોર લગાવી રહયા હતાં, અને ગમે તે રીતે જવાબદાર તંત્ર તેઓને આત્મવિલોપન ન કરે તેના માટેની કવાયત હાથ ધરી હતી.

જે અંતર્ગત તાલુકા  સેવા સદન ખાતે વહેલી સવાર થી જ ચુસ્ત પોલીસ  બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.સમગ્ર સેવાસદન કચેરી ને પોલીસના અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવી હતી.અંદાજીત ૩.૩૦ વાગ્યાના અરસામાં આત્મવિલોપન કરનારા ૪ યુવાનોની જગ્યાએ ૮ વ્યક્તિઓ સેવાસદનના પટાંગણમાં આત્મવિલોપન માટે ધસી આવ્યા  હતા.

જેઓને પટાંગણ ની બહાર જ પોલિસે  આત્મવિલોપન કરે તે પહેલા રોકી  પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓની કોવિડ ૧૯ ની માર્ગદર્શિકા મુજબ તમામનો ટેસ્ટ કરાવી અટકાયત કરવામાં આવી કાર્યવાહી હાથ ધરી હતી. આત્મવિલોપન કરનાર યુવાનો પોલીસ સમક્ષ વહીવટી તંત્ર દ્વારા ગૌચર જમીનમાં પાડેલ ત્રણ નોંધો રદ કરે અને યોગ્ય તપાસની માંગ કરી રહયા હતા..

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top