વડોદરા: નવરાત્રીમાં યુવતીઓની સુરક્ષા માટે શહેરના દરેક ગરબા ગ્રાઉન્ડ ખાતે ખાનગી કપડામાં શી – ટીમ તૈનાત કરવામાં આવી છે. વડોદરા શહેરના દરેક પોલીસ સ્ટેશન દીઠ મહિલાઓ, બાળકો તથા વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા, સલામતી અને સહાયતા માટે શી – ટીમની રચના કરવામાં આવી. તેમજ હાલમાં ચાલી રહેલી નવરાત્રીમાં યુવતીઓ / મહિલાઓ સાથે છેડતી જેવા બનાવો ન બને તે માટે શી – ટીમ કાર્યરત છે. ગરબા ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં યુવતીઓ એકત્રીત થતી હોય છે. અને આ જ સમયે ઘણા અસામાજીક તત્વો પણ સક્રિય થતા હોય છે.
તેમજ મહિલાઓની છેડતીના ઘણા બનાવો સામે આવતા હોય છે. પરંતુ આ નવરાત્રીમાં યુવતીઓની સુરક્ષા માટે શી – ટીમે પહેલેથી જ કમર કસી લીધી છે. યુવતીઓ સલામત રીતે ગરબાનો આનંદ માણી શકે તેમજ તેઓની સાથે કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર ગરબા ગ્રાઉન્ડ ખાતે ખાનગી કપડામાં શી – ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. અને યુવતીઓની છેડતી કરતા ટપોરીઓ પર કાર્યવાહી પણ કરાશે. મહિલાઓ પણ જો કોઈ એવી ઘટના ઘટે તો શી ટીમનો સંપર્ક કરજો, અને શી ટિમ ની ખાસ એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે. બે રીતે પ્લાન કરવામાં આવ્યું છે, એક ટિમ ડિકોય કરશે અને એ જ સમયે બીજી ટિમ પેટ્રોલિંગ કરશે.
યુવતીઓ માટે શી ટીમે નવી પહેલ કરી
નવરાત્રી જે ખૂબ જ પ્રખ્યાત તહેવાર છે. જેમાં છોકરી છોકરા બધા જ ભેગા થઈને રમતા હોય છે. એમ તો વડોદરા સુરક્ષિત છે પરંતુ 2% એવું બની શકે કે છોકરીઓ સાથે છેડતી થાય. તો આવામાં શહેરની શી ટિમ, જે લોકોની સાથે રહીને ગરબા રમી રહ્યા છે, વડોદરા પોલીસની શી ટિમ દ્વારા આ વર્ષે પ્રથમ વખત નવી પહેલ કરવામાં આવી છે. આ ટિમ શહેરના તમામ મોટા ગ્રાઉન્ડ પર ખાનગી કપડામાં જ રહેશે.
– રાધિકા ભારાઈ(એસીપી મહિલા સેલ)