સાપુતારા: (Saputara) શિયાળાની કડકડતી ઠંડીમાં ગિરિમથક સાપુતારાનું વાતાવરણ ઠંડકમય (Cold) બની જતા જોવાલાયક સ્થળોનાં દ્રશ્યો રમણીય બની જવા પામ્યા છે. તેવામાં શનિ રવિ અને ક્રિસમસ (Chrismus) પર્વનાં મીની વેકેશનમાં ગિરિમથક સાપુતારાનાં આહલાદક વાતાવરણને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ (Tourist) ઉમટી પડતા હોટલો સહીત હોમસ્ટે, રેસ્ટોરન્ટમાં હાઉસફુલનાં પાટીયા ઝૂલી ઉઠ્યા હતા. ગિરિમથક સાપુતારા ખાતે શનિવારથી જ પ્રવાસીઓનો નોંધપાત્ર ઘસારો નોંધાયો હતો. નાતાલ પર્વનાં મીની વેકેશનની મઝા માણવા આવેલા પ્રવાસીઓએ ઠંડકમય વાતાવરણમાં બોટીંગ, રોપવે, પેરાગ્લાયડીંગ સહિત વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓનો આસ્વાદ માણી ધન્યતા અનુભવી હતી.
રજા માણવા મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા
રાજપીપળા : નર્મદા જિલ્લા માં જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લોકાર્પણ થયું ત્યાર થી પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો હોટફેવરિટ બન્યો છે. વાર તહેવારે ફરવા માટે સૌથી સારું સ્થળ કયું તો પહેલું નામ એકતાનાગર આવે છે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલની રાજાઓમાં પ્રવાસીઓ નો ધસારો વધ્યો અને નાતાલ રજા ઓમ 50 હજાર કરતા વધુ પ્રવાસીઓ આવ્યા ત્યારે સની અને રવિ વાર બે દિવસ માં 1 લાખ કરતા વધુ પ્રવસીઓ નોંધાયા છે. આ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી માં દિવાળી વેકેશન માં આવેલા પ્રવાસીઓ નો ધસારો હતો પણ નાતાલ ની રજામાં વધુ પ્રવાસી આવતા દિવાળીનો રેકોર્ડ તૂટ્યો હતો.
સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સૌથી વધુ પ્રવાસીઓ હાલ આવી રહ્યા છે. ગુજરાત સહીત ભારત ભરમાં અને વિદેશોમાં પણ નાતાલનો પર્વ ધૂમધામ થી ઉજવાય છે. ત્યારે તહેવાર નો માહોલ અને નવા વર્ષના વધામણાં એટલે 31 ડિસેમ્બરના રોજ પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા કેવડિયા ગાળવાનું પસંદ કર્યું . ત્યારે જિલ્લામાં આવેલ તમામ હોટલો અને ટેન્ટ સીટી સહીત નું બુકીંગ ફૂલ થવાને કારણે પોલીસ અને તંત્ર પણ એલર્ટ થયા હતા.
સાથે શનિવારે 40 હજાર અને 50 હજાર કરતા વધુ પ્રવાસીઓ આવતા SOU સત્તામંડળ દવારા રાજપીપલા એસટી ડેપો ની 30 બસો પણ મુકવામાં આવી છે. ટિકિટ બારી પણ 10 જેટલી કરી દેવામાં આવી હતી. સાથે આવનારી 31 ડિસેમ્બર ના રોજ પણ મોટી સંખ્યા માં પ્રવસીઓ આવશે જેન લઈ તંત્ર સજ્જ થયું છે. અહીં આવતા પ્રવાસીઓ પણ સાતપુરા અને વિદ્યાનચલની ગિરિકંદરા વચ્ચે અદભુત વાતાવરણ માં રહેવાનું પસંદ કરી રહ્યા સાથે નર્મદા જિલ્લા ના જંગલો હોવાથી શિયાળા માં ગુલાબી ઠંડી માં જંગલ સફારી, વેલી ઓફ ફલાવર અને અન્ય પ્રોજેક્ટો પણ પ્રવસીઓ જોઈ ખુશ થઇ રહ્યા હતા.