સમય બડા બલવાન હૈ, નહીં મનુષ્ય બળવાન આ સ્લોગનમાં ઘણાં રાઝ છુપાયેલા છે, સમય કદી કોઇની રાહ જોતો નથી, આથી સમયવર્તે સાવધાન રહેવું પડે, સમયનું કાળચક્ર ચાલ્યા જ કરે, કદી વિરામ ન લે, હા, ઘડિયાળ બંધ પડે પરંતુ સમય કદી થોભતો નથી. એ હકીકત છે. સમયનો તબકકો એવો છે કે રોડપતી કરોડપતિ બની જાય, અને ગ્રહ-દશા ખરાબ હોય તો કરોડપતિ પણ રોડપતિ બની જાય. એવા દાખલા પણ મોજૂદ છે, સમય કોઇને નવજીવન પણ આપે છે, અને આંખના પલકારામાં જાન પણ લઇ લે છે, આથી સૌને સમયનો ડર લાગે છે. બી.આર. ચોપરાની ફિલ્મ ‘વકત’માં લાલા કેદારનાથ બલરાજ સાહનીએ સાસરા સમય હતો એટલે અભિમાન આવ્યું, સમય એવો રૂઠયો કે તેના ત્રણ પૂત્રોને જુદા કરી દીધા હતા. છેવટે ત્રણ પૂત્રોને પૂત્રવધુ સાથે મેળવી આપ્યા. આથી સમય પર અભિમાન ન કરવું જોઇએ, એક ગીતકારે ‘સમય’ માટે લખ્યું છે. ‘વકત ચલતા હી રહેતા, રૂકતા નહીં, એક પલમેં આગે નિકલ જાતા હૈ…. આથી સમય તું ધીરે ધીરે ચલ….
તરસાડા – પ્રવીણસિંહ મહીડા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સમય તું ધીરે ધીરે ચલ….
By
Posted on