‘ફેમિલી મેન 2’ માં તેલુગુ ફિલ્મોની અને તમિલ ફિલ્મોની એક્ટ્રેસ સમંેથા અક્કીનીના અભિનયના ભરપૂર વખાણ થઇ રહ્યા છે. એકતરફ હિન્દી બેલ્ટના દર્શકો ખોબે ખોબે ટ્વિટર કે ઈનસ્ટાગ્રામ ઉપર સમંેથાને વધાવી રહ્યા છે, ત્યાં તમિલનાડુમાં સમંથાએ લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. શો માં તે રાજી નામની ખલનાયિકાની ભૂમિકા ભજવી રહી છે, રાજી એક ટ્રેઈન્ડ ફાઈટર છે. તે શાતિર મગજની મહિલા છે પણ ધૂર્ત નથી. 28 એપ્રિલ 1987ના રોજ તેલુગુ પિતા અને મલયાલી માતાને ત્યાં સમંેથાનો જન્મ થયો હતો. સમંથાનો અર્થ સૌની પ્રાર્થના સાંભળનારી. સમંથા નાની હતી ત્યારથી જ તેનો પરિવાર ચેન્નઈમાં શિફ્ટ થઇ ગયો હતો. તેલુગુ – મલયાલી માતા -પિતાનું સંતાન હોવા છતાં તેની તમિલ ભાષા ઉપર પકડ સારી છે.
તે પોતાને પણ તમિલિયન જ માને છે, સમેંથા અભ્યાસમાં ઘણી તેજસ્વી હતી, તે પોતાના ક્લાસની ટોપર હતી. તેણે બી.કોમ કર્યું હતું. તે એક લોઅર મિડલ ક્લાસ પરિવારમાંથી આવતી હતી. તેના ઘરની આર્થિક સ્થિતિ મજબૂત નહોતી એટલે તેણે કોલેજના છેલ્લા વર્ષોમાં મોડેલિંગ કરવાનું શરુ કર્યું હતું. તેણે ‘નાયડુ’ રિટેલ શોપિંગ મોલ માટે મોડેલિંગ કર્યું હતું. વર્ષ 2007માં તેણે એડફિલ્મ્સ માટે પણ કામ કર્યું હતું. તમિલ ફિલ્મોના સિનેમેટ્રોગ્રાફર ફિલ્મ દિગ્દર્શક તરીકે પોતાની શરૂઆત કરી રહ્યા હતા ત્યારે તેમની નજર સમંેથા ઉપર પડી હતી અને તેમણે ફિલ્મ માટે સમંથાને કાસ્ટ કરી હતી.
આજે ફેમિલી મેનની ભૂમિકા રાજજીને જેમ લોકો જાણે છે તેમ તેનું તેલુગુ ફિલ્મની જેસીની ભૂમિકા ઘણી લોકપ્રિય થઈ હતી અને દર્શકો તેને જેસીના નામેથી જ જ્યાં જતી ત્યાં બોલાવતા હતા. વર્ષ 2017માં નાગા ચૈતન્ય અને સમંેથાના લગ્ન થયા હતા, તેને ફિલ્મફેર એવોર્ડ અને નંદી એવોર્ડ પણ મળ્યા છે. ત્યાર બાદ આ ફિલ્મની હિન્દી રીમેક બનાવવામાં આવી હતી જેમાં દિગ્દર્શક ગૌતમ મેનને સ્વ.સ્મિતા પાટીલના દીકરા પ્રતીક બબ્બર અને બ્રિટિશ એક્ટ્રેસ એમી જેક્સનને કાસ્ટ કરી હતી અને આ ફિલ્મની હિન્દી રીમેકનું નામ હતું ‘એક દીવાના થા’. આ ફિલ્મ તમિલ અને તેલુગુમાં જેટલી બ્લોકબસ્ટર સાબિત થઈ પણ હિન્દી વર્ઝન ફિલ્મનું નિષ્ફળ ગયું હતું. ત્યાર બાદ જુનિયર એન.ટી.આર અને તમન્ના ભાટિયા અભિનીત ફિલ્મ ‘વ્રિન્દાવનમ’ માં તેને એક નાનકડી ભૂમિકા આપવામાં આવી હતી, તેને બહુ ઓછી સ્પેસ આપવામાં આવી હતી છતાં તેની ભૂમિકાના વખાણ થયા હતા. ફિલ્મ સફળ રહી હતી અને તેના કરિયરની બીજી હિટ તેલુગુ ફિલ્મ હતી.
તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મણિરત્નમ અને એસ.શંકર બંને કદાવર ફિલ્મમેકર કહેવાય છે અને એક્ટ્રેસનું સપનું હોય છે કે તેમને એસ.શંકર અને મણિરત્નમ જેવા ફિલ્મમેકર સાથે કામ કરવા મળે. સમંથાને મણિરત્નમની ફિલ્મ ‘કાધલ’ માટે ફાઈનલ કરવામાં આવી હતી અને તે ફિલ્મમાં કામ કરવાની હતી પણ વર્ષ 2012માં સ્કિન પ્રોબ્લેમને કારણે આ ફિલ્મમાં તે કામ કરી શકી નહોતી, ડોક્ટરે 3 મહિના સુધી તેને આરામ કરવા માટે કહ્યું હતું. ડોક્ટરે તેને તડકો અને હેવી લાઈટથી દૂર રહેવા માટે જણાવ્યું હતું. ત્યાર બાદ આ ફિલ્મ તુલસી નાયર નામની એક્ટ્રેસને મળી હતી. ફિલ્મ ‘કાધલ’ માં મોટા ભાગના દ્રશ્યોનું ફિલ્માંકન તડકામાં કરવાનું હતું એટલે સમંથાએ આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ એસ.શંકરની ફિલ્મ માટે પણ તેને કાસ્ટ કરવામાં આવી હતી પણ સ્કિન પ્રોબ્લેમને કારણે તેણે એસ.શંકરની ફિલ્મ પણ છોડવી પડી હતી અને એસ.શંકરની ફિલ્મમાં મેં બદલે બ્રિટિશ એક્ટ્રેસ એમી જેક્સનને કાસ્ટ કરવામાં આવી હતી.
વર્ષ 2019માં આવેલ તેની ફિલ્મ ‘સુપર ડિલક્સ’ માં ચાર અલગ અલગ સ્ટોરી હતી આ ફિલ્મમાં તેના પતિની ભૂમિકા મલયાલી એક્ટર ફહદ ફાઝીલે ભજવી હતી. વર્ષ 2019માં તેલુગુ ફિલ્મ ‘મજીલી’ માં તેણે પૂર્ણાની ભૂમિકા ભજવી હતી , જેમાં રિયલ લાઈફ કપલ નાગા ચૈતન્ય મેં આ ફિલ્મમાં પણ પતિ અને પત્નીની ભૂમિકામાં હતા. – પ્રિયા સુરતી