Top News

યુક્રેનના એક ખેડૂતે રશિયન ટેન્કની ચોરી કરી! ટ્રેક્ટરથી ખેંચીને લઈ ગયો

એક તરફ કે જયાં રશિયા (Russia) યુક્રેન (ukraine) વચ્ચે યુઘ્ઘ (War) ચાલી રહ્યું છે. રશિયા યુક્રેન ઉપર સતત હુમલો (Attack) કરી રહ્યું છે. આશરે 1 લાખ રશિયન સૈનિક (Soldier) પોતાના હથિયારોની સાથે યુક્રેનની સરહદમાં દાખલ થયા છે. એવી સ્થિતી દરમ્યાન એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયો છે. જે ખૂબ જ હાસ્યસ્પદ છે. આ વીડિયોમાં એક રશિયન ટેન્કને યુક્રેનનો એક ખેડૂત પોતાના ટ્રેક્ટરથી લઈ જાય છે. યુક્રેનના ઓસ્ટ્રિયામાં રાજદૂત ઓલેઝેન્ડર સ્ચેર્બાએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યુક્રેનનો એક ખેડૂત હુમલા વચ્ચે રશિયાનું એક ટેન્ક પોતાના ટ્રેકટરની મદદથી લઈ જાય છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રસ્તા પર રહેલી ટેન્ક કિસાન ખેંચીને લઈ જાય છે. એક વ્યક્તિ ટ્રેક્ટરની સાથે દોડી રહ્યો છે અને તેના પર ચઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે જો સાચુ હોય તો આ પ્રથમ ટેન્ક હશે જેની કોઈ ખેડૂતે ચોરી કરી હશે.

રાજધાની કીવને લઈને બંને દેશો વચ્ચે ભયંકર યુઘ્ઘ ચાલી રહ્યું છે. યુક્રેનની સેનાએ સોમવારે કહ્યું કે કીવમાં સ્થિતિ હજુ તેના નિયંત્રણમાં છે. યુક્રેની સેનાની ગ્રાઉન્ડ ફોર્સે ફેસબુક પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે યુક્રેની સેનાની પાસે હજુ કીવનું નિયંત્રણ છે. યુક્રેન દ્રારા રાતના સમયે કીવના બહારના વિસ્તારોમાં રશિયન સૈનિકોને દ્વારા વારંવાર હુમલા કરવામાં આવ્યા છે પરંતુ તે તમામ પ્રયાસોને યુક્રેન સૈનિકો દ્વારા પરાજિત કરવામાં આવ્યા છે. યુક્રેનની સ્થાનીક એજન્સીએ જણાવ્યું હતું કે રશિયાની સેના કોઈપણ મોટા ક્ષેત્રીય શહેરોને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહી છે અને યુક્રેની સેનાએ કાલે રાત્રે તમામ મોર્ચા પર રશિયાને ભગાડી દીધુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયાના સૈનિકોએ ખારકીવ, કીવ અને ચેર્નિહાઇવ સહિત અન્ય શહેરો પર હવાઈ હુમલા કર્યાં છે. પરંતુ યુક્રેનની સેના તમામ હુમલાનો સામનો કરી રહી છે.

Most Popular

To Top