National

દિલ્હી રમખાણો: હાઈકોર્ટે અનુરાગ ઠાકુર, રાહુલ-સોનિયા-પ્રિયંકા ગાંધી, સ્વરા ભાસ્કરને નોટિસ મોકલી જવાબ માંગ્યો

દિલ્લી: ઉત્તર-પૂર્વી દિલ્હીમાં(Delhi) ૨૨મી ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ જાફરાબાદમાં મહિલા(Women) આંદોલનકારીઓએ રસ્તો બંધ કરીને નાગરિકતા સંશોધન કાયદાનો (CAA) વિરોધ કર્યો હતો. તેમનાં વિરોધને લીધે લોકોને યાતાયાતમાં તકલીફ પડવા લાગી હતી. આ સંખ્યાબંધ રમખાણોમાં લગભગ 53 લોકોનું મૃત્યુ થયાં હતાં. દિલ્હી હાઈકોર્ટે( High Court) સોમવારે ઉત્તર પૂર્વ દિલ્હીમાં વર્ષ 2020માં થયેલ આ રમખાણોના કેસની સુનાવણી દરમિયાન ઘણા મોટા નેતાઓને નોટિસ પાઠવીને તેમનો પક્ષ રજૂ કરવા માટે કહ્યું છે.

આ નેતાઓમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ સંસદ રાહુલ ગાંધી, દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને અન્યનો સમાવેશ થાય છે. કોર્ટે તેમના વિરુદ્ધ ભડકાઉ ભાષણો અંગેની એફઆઈઆરમાં તેમને પક્ષકાર બનાવવા અને તેમની સામે થનારી કાર્યવાહી અંગે તેમનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું છે. જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ અને અનૂપ કુમાર મેંદિરત્તાની બેન્ચે 2020માં રમખાણો સંબંધિત અરજીઓની સુનાવણી કરતી વખતે તે લોકોને નોટિસ મોકલી છે જેમની વિરુદ્ધ અરજીમાં કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. એક અરજી શેખ મુજતબા ફારુકે દાખલ કરી છે. જેમાં તેમણે ભાજપના નેતાઓ અનુરાગ ઠાકુર, કપિલ મિશ્રા, પરવેશ વર્મા અને અભય વર્મા વિરુદ્ધ નફરતભર્યા ભાષણ માટે એફઆઈઆર નોંધવાની માંગ કરી છે. વકીલ વોઈસ દ્વારા દાખલ કરાયેલી બીજી અરજીમાં કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંઘી વાડ્રા તથા દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, AAP નેતા અમાનતુલ્લા ખાન, AIMIM નેતા અકબરુદ્દીન ઓવૈસી, વારિસ પઠાણ, મેહમૂદ પ્રાચા, હર્ષ મંડેર, મુફ્તી મોહમ્મદ ઈસ્માઈલ, સ્વરા ભાસ્કર, ઉમર ખાલિદ, બી.જી. કોલસે અને અન્યોને અપ્રિય ભાષણ હેઠળ એફઆઈઆર નોંધવા વિનંતી કરવામાં આવી છે.

કોર્ટે દરેકને નોટિસ મોકલી કહ્યું કે અમે તેમની સામે કોઈ કાર્યવાહી કરીએ તે પહેલા અમારે તેમને એક તક આપવી પડશે. જો તેઓ તેની વિરુદ્ધ હોય તો અમે તેમની વાત સાંભળ્યા વિના કંઈ કરી શકતા નથી. કોર્ટે અગાઉ પણ અરજદારોના વકીલોને તેમની અરજીમાં કેટલાક રાજકારણીઓના નામ સામેલ કરવા માટે સમય આપ્યો હતો. જેમના પર નફરતભર્યા ભાષણ આપવાનો આરોપ છે. જેના કારણે રમખાણો થયા હતા. આ અરજીઓમાં માત્ર કાર્યવાહી જ નહીં પરંતુ કેટલાક લોકોને રાહત, SITની રચના, રમખાણોમાં કથિત રીતે સામેલ પોલીસકર્મીઓ વિરુદ્ધ FIRની પણ માંગ કરવામાં આવી છે.

Most Popular

To Top