World

રશિયાએ યુક્રેન પર એક સાથે 70 મિસાઈલો છોડી

નવી દિલ્હી: રશિયાએ (Russia) યુક્રેનના (Ukraine) કિવમાં (kyvi) મિસાઈલો (missile) દ્વારા હવાઈ હુમલા (Air attack) કર્યો હતો. જેમાં ઉર્જા કેન્દ્રો અને ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી. યુક્રેનના મોટા ભાગના શહેરોમાં વીજ પૂરવઠો બંધ (Power cut) કરી દેવામાં આવ્યો હતો. કહી શકાય કે હવાઈ હુમલાના કારણે સમગ્ર યુક્રેનમાં અંધારપટ છવાઈ ગયો હતો. આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલાના કારણે કિવમાં વીજળી ગુલ થઈ ગઈ હતી અને કિવમાં ઈમરજન્સી (Emergency) બ્લેકઆઉટ (Black Out) લાગુ કરવાની ફરજ પડી હતી.

મળતી માહિતી અનુસાર રશિયાએ શુક્રવારે કિવ ક્ષેત્રમાં 70 મસિલાઈલ મારો કરી ફરી હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં રહેણાંક વિસ્તારના કેટલાક મકાન ધરાશાયી થઈ ગયા હતા. તેમજ આ ઘટનામાં 3 લોકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે બીજી તરફ ખેરસોનમાં ગોળીબારમાં 12 વ્યક્તિઓનું મોત થયું હતું. આ હુમલા અંગે યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે યુદ્ધની શરૂઆત પછીના તેના સૌથી મોટા હુમલાઓમાં રશિયાએ શુક્રવારે યુક્રેન પર એકસાથે 70થી વધુ મિસાઇલો છોડી હતી. જેના કારણે કિવમાં ઘણું નુકસાન થયું હતું.

યુક્રેન અધિકારીએ કહ્યું કે સેન્ટ્રલ કિવ રિહમાં એક એપાર્ટમેન્ટ બ્લોક પર હુમલો થતાં ત્રણ લોકો માર્યા ગયા હતા, અને ત્યારે દક્ષિણમાં ખેરસોનમાં પણ ગોળીબારની ઘટના બની હતી. કબજા હેઠળના પૂર્વીય યુક્રેનમાં રશિયા સ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું કે યુક્રેનના ગોળીબારમાં 12 લોકો માર્યા ગયા હતા.

રશિયાના આ હવાઈ હમુલા યુક્રેનના ઉત્તર-પૂર્વ ભાગમાં રાજધાની કિવ અનેે ખાર્કિવમાં થયા હતા. ત્યારે હુમલાના કારણે આ વિસ્તારોમાં વીજ પુરવઠો સદંતર બંધ થઈ ગયો છે. જેના કારણે સમગ્ર યુક્રેનને અંધારપટનો સામનો કરવો પડ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે યુક્રેનની વીજળી પુરવઠો અડધો કરી દેવામાં આવ્યો છે, અને હોસ્પિટલો, પાણી પુરવઠાની સુવિધાઓ જેવા મહત્વના સ્થળોને જ પાવર સપ્લાય કરવામાં આવશે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ એક વીડિયો સંબોધનમાં કહ્યું કે રશિયા પાસે હજુ પણ મોટા પાયે હુમલા કરવા માટે પૂરતી મિસાઈલો છે. વીડિયોમાં ઝેલેન્સકીએ રશિયાને ‘મિસાઈલના પૂજારી’ જણાવ્યું હતું. તેમણે પશ્ચિમી સાથી દેશોને કિવને વધુ અને સારી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ સપ્લાય કરવા ફરી વિનંતી કરી હતી. ઝેલેન્સકીએ કહ્યું કે યુક્રેન ઘણો મજબૂત દેશ છે, આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે મોસ્કોમાં રોકેટ ઉપાસકો જેની પર ભરોસો કરી રહ્યા છે તે હજી પણ આ યુદ્ધ શક્તિના સંતુલને બદલી શકે નહીં.

રશિયા સતત હવાઈ હુમલાથી યુક્રેનને ઘુંટણીયે પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ યુક્રેન છેલ્લા કેટલા સમયથી રશિયાના હવાઈ હુમલાનો મજહુતાઈથી સામનો કરી રહ્યું છે. આ અગાઉ બુધવારે યુક્રેને રાજધાની કિવમાં ફાયરિંગ કરાયેલા 13 ડ્રોનનો નાશ કર્યો હતો. ત્યારે યુક્રેનની સેનાના જનરલ ઓલેકસી રેઝનિકોવે ચેતવણી આપી છે કે રશિયા આગામી વર્ષ ફ્રેબુયારીની શરૂઆતમાં હુમલાની ગતિ વધારી શકે છે.

Most Popular

To Top