Charchapatra

શાસકો આ સગવડ કરે તે જરૂરી છે

આમ તો વરિષ્ઠો એટલે ઘર, સરકાર અને સમાજ દ્વારા સામાન્ય રીતે ન ગમતો વર્ગ. પરંતુ એઓનો શ્વાસ ચાલે ત્યાં સુધી તો આ વર્ગ પોતાની વેદના રજૂ કરતો રહે એ સ્વાભાવિક છે. ભારતના ઘણા રાજયોમાં રાજય પરિવહન નિગમ દ્વારા રાજયમાં પ્રવાસ માટે 50% જેટલું કન્સેસન આપે છે તેને કારણે વડિલો રેલવેના દાદર ચઢવાથી બચી જાય છે. ઉપરોકત મહાનુભાવોને વિનંતી છે કે તેઓ આ દિશામાં ગુજરાત વિકસીત રાજયના વડિલો વધારે સગવડ મેળવે તેવી વ્યવસ્થા કરે. સી. આર.ને બીજી ખાસ વિનંતી છે કે તેઓ પરપ્રાંતીઓ માટે ટ્રેન અને બસની સારી વ્યવસ્થા તંત્ર પાસે કરાવવામાં આહીર છે. તો પોતાના શહેરના લોકો માટે એક સગવડ કરાવે. સુરત અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રંગભકતોની સંખ્યા અગણિત છે. પણ સુરતથી નારેશ્વર સીધા જવા માટે એક પણ બસ નથી. આથી એસટી તંત્ર સાથે વાત કરી ભકતો સવારે વ્હેલા જઇ ત્યાંથી બપોરે એક બે વાગે પરત આવવા નીકળી શકે એવી કોઇ બસની વ્યવસ્થા કરાવે.
સુરત                   – રાજેન્દ્ર કર્ણિક  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top