Charchapatra

ડાંગ જિલ્લાને કુદરત સાથે રહેવા દો

ડાંગ જિલ્લાની પ્રકૃતિને જેવી છે તેવી હેમખેમ રહેા દો. આજકાલ ત્યાંના જંગલો સાફ થઇ રહ્યાં છે. દીપડા જેવા માંસાહારી પ્રાણીઓને ખોરાક મળતો નથી. આથી તેઓ નદી કિનારાના ગ્રામ્ય વિસ્તારમાં આવવા લાગ્યા છે. માનવ વસતી માટે તે જોખમરૂપ છે. જ્યાં માનવ વસતી વધી જાય છે ત્યાં કુદરતી વાતાવરણ રહેતુ નથી. નદી, ઝરણા, હવા વગેરે પ્રદૂષિત થઇ જાય છે. ગંદકી વધી જાય છે. આજકાલ શહેર છોડીને કુદરતી વાતાવરણમાં રહેવાનું સૌ પસંદ કરે છે. એના કારણે સાપુતારા જેવા સ્થળો માનવ વસતીથી ઉભરાય છે. જંગલની સંસ્કૃતિ જળવાય રહેવી જોઇએ. ત્યાં વહેમ અંધશ્રધ્ધા દૂર થાય તે માટે શિક્ષણનો ફેલાવો થાય તે જરૂરી જ નહી અનિવાર્ય છે. ત્યાંના કુરિવાજો દૂર થવા જોઇએ. જંથલના વિકાસ સાથે માનવીને શિક્ષણ મળે તો સોનામાં સુગંધ ભળે. જંગલના માણસોએ જંગલને સાચવવાનું છે પરંતુ એજ જો જંગલનો નાશ કરે તો? પહેલા જેવું ગાઢ જંગલ હવે ખાસ રહ્યું નથી. ઘણા વૃક્ષો કપાઇ ગયા છે. ખુલ્લા મેદાનો દેખાય છે. જંગલને સાચવવું તો ડાંગનો દબદબો ઓર વધશે એ નિ:શક છે.
નવસારી   – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top