( પ્રતિનિધી )વડોદરા,તા.31
ધોરણ 1 થી 12 નું શિક્ષણ પૂર્ણ ન કરનાર 6 થી 19 વર્ષની વય જૂથના શાળા બહારના બાળકોની આગામી તારીખ 14 થી 23 નવેમ્બર દરમિયાન સર્વે કરવામાં આવશે. જેમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 ની જોગવાઈ મુજબ 6 થી 14 વર્ષના બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે આ કામગીરી હાથ ધરાશે. જેમાં વિવિધ જગ્યાઓ પર કામ કરતા હોય તેવા તમામ બાળકોને આવરી લેવામાં આવશે.
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 ની જોગવાઈ મુજબ 6 થી 14 વર્ષના બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે સર્વે કરવામાં આવનાર છે. આ સર્વેમાં 6 થી 19 વર્ષની વયચૂથના જે બાળકોએ ધોરણ 1 થી 12 સુધીનું શિક્ષણ અધ વચ્ચેથી છોડી દીધું છે અથવા તો ક્યારેય શાળામાં ગયા નથી તેવા તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વિસ્તાર ઝૂંપડપટ્ટી રેલવે સ્ટેશન બસ સ્ટેશન ધાર્મિક સ્થળો ફેક્ટરી વિસ્તાર ચા ના ઠેકા ઉપર વિવિધ જગ્યાએ કામ કરતા હોય તેવા બાળકોને આવરી લેવામાં આવશે જેમાં અધ વચ્ચેથી શિક્ષણ છોડી દેનાર બાળકોને પુનઃ શાળામાં પ્રવેશ મેળવવા માટે મદદ કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ઘર બેઠા ધોરણ 9 થી 12 નો અભ્યાસ કરવા માંગે છે. તેઓ ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ અંતર્ગત કોઈપણ માધ્યમિક શાળામાં જઈને નિશુલ્ક રજીસ્ટ્રેશન કરાવી શકે છે તેમ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું.