વડોદરા: શહેરમાં વ્યાજખોરો બાદ હવે વેરો ન ભરાનારા લોકો સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આ મામલે મ્યુનિસિપલ આસિસ્ટન્ટ કમિશનર સુરેશ તુવેર જણાવ્યું હતું કે આ ઝૂંબેશ સતત અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે. આજે વિવિધ વોર્ડ મા કામગીરી દરમ્યાન કુલ રૂપિયા 4 કરોડ પાંચ લાખ વેરાની વસુલાત કરી હતી. તેમજ 364 મિલ્કતોને સીલ કરવામાં આવી છે જેને લઈ વેરો ન ભરનારા લોકોની કેટલીક મિલકત સીલ પણ કરવામાં આવી રહી છે. જો કે, હાલ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા પશ્ચિમ ઝોનમાં આવતા તમામ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી છે.
જ્યારે બીજી તરફ 18 જાન્યુઆરીના રોજ અધિકારીઓ દ્વારા 211 અને 19 જાન્યુઆરીના રોજ કુલ 354 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી હતી. સાથે સાથે 3 કરોડ ઉપરાંતનો વેરો પણ વસુલ કર્યો હતો. આ અંગે રેવન્યુ ઓફિસર કૃણાલ શાહ દ્વારા જણાવવામાં આવ્યું કે આ વિસ્તાર મા 5 જેટલી મિલકતોને સીલ કરી ચૂક્યા છે. અત્યારે નંદ કોમ્લેક્ષમાં ત્રણ મિલકતો જેનો કોમ્પલેક્ષમાં 7,8 અને 9 નંબર છે. આ મિલકતોના માલિકે 79,000 અને 56,000 જેટલી વેરાની રકમ બાકી હોવાથી તેને સીલ કરવામાં આવી રહી છે.
વેરાની ભરપાઈ અંગે ઓફિસર વધુમાં જણાવે છે કે, જો સીલ કરાયેલા મિલકતના કરદાતા વેરાની ભરપાઈ કરવા ઈચ્છતા હોય તો અમે તેમને 100 ટકા વેરો ભરવાનો આગ્રહ કરીએ છીએ. પરંતુ જો કોઈની પરિસ્થિતિ ન હોય કે, તે આટલી રકમ એક સાથે આપી શકે તો 50 ટકા પેમેન્ટ કરાવી પીડીસી ચેક લઈને સીલ ખોલી આપવામાં આવે છે.
સીલ મારવા મામલે વેરા અધિકારીઓ સાથે વિરોધ પક્ષના નેતા ભથ્થુની ચકમક ઝરી
પ્રતાપનગર મા વોર્ડ 14 ના અધિકારીઓ બાકી વેરા બીલો ની વસુલાત માટે નીકળી હતી. પરંતુ આ વિસ્તારમાં 800 જેટલાં મકાનો રોડ રસ્તાની લાઈનમા આવતા તોડી પડાયા હતા. વિરોધ પક્ષના નેતા ભથ્થુ એ જણાવ્યું હતું કે હવે તેઓ 4-5 ફૂટ ની જગ્યામા રહે છે તો પછી રહીશો 15 ફૂટની જગ્યાનો વેરો કેમ ભરે અડધી જગ્યા તો પાલિકાએ કપાતમા લઇ લીધી છે. આમ ભથ્થુ અને પાલિકાના અધિકારીઓ વચ્ચે ચકમક થઇ હતી આખરે વિરોધ પક્ષના નેતાનું લોજીક સમજી જતાં કેટલીક મિલ્કતોને સીલ મરાયા ન હતા ભથ્થુંએ વેરાના મામલે વચ્ચે પડતા સ્થાનિકોમા ભારે આનંદની લાગણી જોવા મળી હતી.