લંડન: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ (WTCFinal) ભારત અને ઓસ્ટ્રેલિયા (IndiavsAsutralia) વચ્ચે 7 જૂનથી લંડનના ઓવલ મેદાન પર રમાશે. આ ભીષણ મેચ માટે ટીમ ઈન્ડિયાનું કોમ્બિનેશન કેવું હશે? ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આનો જવાબ આપ્યો છે. રોહિતે બે સ્પિનરોને રમાડવા અંગે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે.
રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું અમે બે સ્પિનરોને રમાડવાના નિર્ણય પર આવતીકાલે તા. 7 જૂન સુધી રાહ જોઈશું. ઓવલની પીચ રોજ બદલાઈ રહી છે. હાલ તો ટીમના તમામ 15 ખેલાડીઓ રમવા માટે તૈયાર છે. મને ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા અને વધુમાં વધુ મેચો અને આ ચેમ્પિયનશિપ જીતવાનું કામ મળ્યું છે. એટલા માટે અમે રમીએ છીએ, જેથી અમે કેટલાક ટાઇટલ અને મોટી શ્રેણી જીતી શકીએ.
જ્યારે રોહિતને પ્રેસ કોન્ફરન્સમાં શુભમન ગિલ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે ગિલને કોઈ સલાહની જરૂર નથી. તેણે IPLમાં મોટી ઇનિંગ્સ રમી છે. ટીમને આશા છે કે તે પિચ પર વધુમાં વધુ સમય વિતાવશે. શુભમન ખૂબ જ આત્મવિશ્વાસુ ખેલાડી છે.
રોહિતે આ દરમિયાન એમ પણ કહ્યું કે ક્રિકેટ એક્સપર્ટ ઘણી બધી બાબતો વિશે વાત કરે છે, પરંતુ પાંચ દિવસ પછી જ ખબર પડશે કે કઈ ટીમે કન્ડીશનનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યો છે. પ્રથમ વખત ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરી રહેલા રોહિત શર્માએ કહ્યું કે તે આ મેચ વિશે વધારે વિચારી રહ્યો નથી. હિટમેને કહ્યું કે તે વધારે પડતું વિચારીને પોતાના પર વધારે દબાણ લેવા નથી માંગતો.
ડબલ્યુટીસી ફાઈનલ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કેએસ ભરત (વિકેટમેન), શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જયદેવ ઉનડકટ , ઉમેશ યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર).
સ્ટેન્ડબાય ખેલાડીઓ: યશસ્વી જયસ્વાલ, મુકેશ કુમાર, સૂર્યકુમાર યાદવ.
WTC ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ: પેટ કમિન્સ (c), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી (wk), કેમરોન ગ્રીન, માર્કસ હેરિસ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ (wk), ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, ટોડ મર્ફી, માઈકલ નેસર , સ્ટીવ સ્મિથ (વાઈસ-કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર
સ્ટેન્ડબાય ખેલાડીઓ: મિશેલ માર્શ, મેથ્યુ રેનશો.