Vadodara

પાણી પ્રશ્ને વોર્ડ નં-10માં સમાવિષ્ટ ગોકુલ અને શિવમ નગરના રહીશો ત્રાહિમામ

વડોદર : સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાલિકા તંત્રના પાપે બધું એક વખત પીવાના પાણીની બુમરાણો મચી છે.પાલિકાના વોર્ડ નંબર 10 માં સમાવિષ્ટ ગોકુલ નગર શિવમ નગરમાં છેલ્લા ઘણા સમયથી પીવાના દૂષિત પાણી પ્રશ્ને ત્રાહિમામ પોકારી ઊઠેલા રહીશોએ એકત્ર થઈ તંત્ર સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો સાથે જ જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત જ પીવાના પાણીની સમસ્યા ઉદભવી હતી જે સિલસીલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે.કાળજાળ ગરમીમાં પણ નગરજનોને પાણી આપવામાં પાલિકા તંત્ર તદ્દન નિષ્ફળ નિવડ્યું છે.દરરોજ શહેરના એક નવા વિસ્તારમાંથી પીવાના પાણીની સમસ્યા સામે આવી રહી છે.આ દરમિયાન પાલિકામાં સમાવિષ્ટ વોર્ડ નંબર 10 માં આવેલ ગોકુલ નગર અને શિવમ નગરમાં છેલ્લા ઘણા સમયથી પીવાના દૂષિત પાણી પ્રશ્ને રહીશોએ એકત્ર થઈ વિરોધ દર્શાવ્યો હતો.રાહીશોના કહ્યા મુજબ પાલિકામાં આ અંગે છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરી છે તેમ છતાં આ દિન સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.હાલ કામગીરી ચાલી રહી છે.

પરંતુ તે ગોકળગતીએ ચાલી રહી છે.પાલિકાના સત્તાધીશો કાર્યકર્મો કરી ફોટા પડાવવા વ્યસ્ત રહેતા હોય છે.પરંતુ સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ થતું નથી.પીવાનું દૂષિત પાણી મળવાને કારણે સ્થાનિકોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ છે.સ્થાનિક કોર્પોરેટર, વોર્ડ કચેરીમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા રહીશોએ એકત્ર થઈ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમજ જો વહેલી તકે સમસ્યાનો નિવેડો લાવવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ સ્થાનિક રહીશોએ ઉચ્ચારી હતી.

Most Popular

To Top