Charchapatra

સિયાસત કો બદલ ડાલો

મફત અનાજની બોરીઓ પર પક્ષના અને દેશના ટોચના પ્રભાવશાળી નેતાનો મોટો ફોટો પક્ષના પ્રતીક સહિત છાપવાની પ્રદેશ સંગઠનો-એકમોને સૂચના આપવી, કોરોનાના કપરા કાળમાં કોઇ પણ જાતની સહાયથી વંચિત રહેનારાં અને તેમના હાલ પર છોડી દેવાયેલા આમઆદમી-આમઓરત સહિતનાં કાર્યકરોના વાજબી આક્રોશને ઠારવા માટે સાંત્વના તથા આર્થિક મદદની વ્યવસ્થા કરવા ધારાસભ્યો-સાંસદોને ઝાટકવા, નિરાધારો-ભિક્ષુકો-ફૂટપાથવાસીઓને દિવસમાં ત્રણ વખત પોષક આહાર, મફત આવાસ, સ્વચ્છ શૌચાલય, મફત પીવાનું પાણી, સેનિટરી નેપકિન આદિ રાહત અપાય એવી અરજી દ્વારા વડી અદાલતમાં દાદ માગવી, અમને ધમકાવનારા, દબાવનારા અગર પરાધીન કરવા ઇચ્છતા પક્ષોને સાફ કરી નાંખીશું એવા ઝટકા લગાવવા, ચૂંટણી દરમિયાન વિપક્ષને ટેકો આપવા બદલ સત્તાધારી પક્ષના કાર્યકરો દ્વારા રાજ્યનાં હજારો નિવાસીઓને મારવા, દંડિત કરવા અને પરેશાન કરાઇ રહ્યા હોવાની જનહિત યાચિકા વડી અદાલતમાં દાખલ કરવી આદિ હાલચાલ આજના રાજકીય ક્ષેત્રે અનુભવાય છે. અમદાવાદ           – જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top