દેશના બે સૌથી મોટા બિઝનેસ સમૂહ (Business Group) રિલાયન્સ (Reliance) અને અદાણીએ (Adani) એક કરાર (MOU) કર્યો છે. આ અંતર્ગત તેમના કર્મચારીઓને (Employee) એકબીજાના ગ્રુપમાં નોકરી નહીં મળે. આ કરારનું (MOU) નામ છે ‘નો-પોચિંગ એગ્રીમેન્ટ’. અહેવાલો અનુસાર આ કરાર આ વર્ષે મે મહિનામાં લાવવામાં આવ્યો છે અને આ બંને જૂથોના તમામ વ્યવસાયો પર નવો કરાર લાગુ થશે. બંને જૂથો વચ્ચે સ્પર્ધા સ્પષ્ટ દેખાઈ રહી છે. કારણ કે અદાણી ગ્રુપનો બિઝનેસ ઝડપથી વધી રહ્યો છે જ્યારે રિલાયન્સ ગ્રુપ પહેલેથી જ મોટું નામ છે.
બંને જૂથો વચ્ચેના આ કરારના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે અદાણી જૂથે ગયા વર્ષે પેટ્રોકેમિકલ્સમાં પ્રવેશ કર્યો હતો. રિલાયન્સનો પહેલેથી જ પેટ્રોકેમિકલ્સ સેક્ટરમાં બિઝનેસ છે પરંતુ અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિટેડે પણ આ સેક્ટરમાં પ્રવેશ કર્યો છે. પેટ્રોકેમિકલ્સ ઉપરાંત બે અબજોપતિ કંપનીઓ વચ્ચે 5G સ્પેક્ટ્રમને લઈને પણ સ્પર્ધા ચાલી રહી છે. અદાણીએ હાઈ-સ્પીડ ડેટા સેક્ટરમાં 5G સ્પેક્ટ્રમ માટે બિડ કરી છે. જ્યારે આ બિઝનેસમાં પણ રિલાયન્સ પહેલાથી જ દેશની દિગ્ગજ છે.
કઈ કંપનીમાં કેટલા કર્મચારી
બંને કંપનીઓ એકબીજાના કર્મચારીઓને નોકરી નહીં આપે. આ કરાર જ્યારે કરવામાં આવ્યો છે ત્યારે એ જાણવું પણ દિલચસ્પ રહેશે કે કઈ કંપનીમાં કેટલા કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. મુકેશ અંબાણીની કંપનીઓમાં 3 લાખ 80 હજારથી વધુ કર્મચારીઓ છે. જ્યારે અદાણીની કંપનીઓમાં 23 હજાર કર્મચારીઓ કામ કરી રહ્યા છે. મેથી અમલમાં આવેલા આ કરાર બાદ હવે આ બંને કંપનીઓના કર્મચારીઓ એક કંપની છોડી બીજી કંપનીમાં કામ કરી શકશે નહીં.
‘અમીરી’ના મામલામાં મહારાષ્ટ્ર ટોચ પર, જાણો યુપી-એમપી અને બિહારના કેટલા અબજોપતિ?
IIFL વેલ્થ હુરુન ઈન્ડિયાની યાદી અનુસાર દેશના સૌથી અમીર લોકો મહારાષ્ટ્રમાં રહે છે. આ યાદીમાં મહારાષ્ટ્ર રાજ્યમાંથી 335 અબજપતિઓને સ્થાન મળ્યું છે. જે ગત વર્ષ કરતા 33 વધુ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2018ની યાદીમાં મહારાષ્ટ્રના 271 અબજોપતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર પછી આ યાદીમાં સૌથી વધુ અબજોપતિ દિલ્હીના છે. ગયા વર્ષની સરખામણીમાં દિલ્હીના અબજોપતિઓની યાદીમાં 18 લોકોનો વધારો થયો છે. દેશની રાજધાનીમાંથી 185 લોકોના નામ યાદીમાં છે. યાદી અનુસાર કર્ણાટકમાં 94, ગુજરાતમાં 86, તમિલનાડુમાં 79, તેલંગાણામાં 70, પશ્ચિમ બંગાળમાં 38, હરિયાણામાં 29, ઉત્તર પ્રદેશમાં 25, રાજસ્થાનમાં 16, કેરળમાં 15, આઠ આંધ્રપ્રદેશમાં, પંજાબમાં સાત, મધ્યપ્રદેશમાં છ, ઝારખંડ અને બિહારમાં ચાર, છત્તીસગઢ અને ઓડિશામાં ત્રણ-ત્રણ, ઉત્તરાખંડમાં બે અને ચંદીગઢમાં એક અમીર છે.