Entertainment

‘લેડી લવ’ને કારણે હની સિંહ ફરી આવ્યો ચર્ચામાં, જાહેરમાં હાથ પકડી કન્ફોર્મ કર્યા રિલેશન

મુંબઈ : રેપર (Rapper) હની સિંહ (Honey Singh) અવારનવાર તેના ગીતો માટે ચર્ચામાં રહે છે. પણ તે તેના અંગત જીવન માટે હવે ચર્ચામાં આવી ગયો છે. પહેલા લગ્નનું ઉપર પૂર્ણવિરામ લાગી ગયા બાદ હવે તેની જિંદગી નવા વણાંક ઉપર આવીને ઉભી રહી છે. હવે હની સિંહ આ વખતે તે તેના લેડી લવને કારણે ચર્ચામાં આવ્યો છે. હની સિંહના જીવનમાં ફરી એકવાર પ્રેમનો પ્રવેશ થયો છે. શાલિની તલવારથી (Shalini Talwar) છૂટાછેડા (Divorce) પછી રેપરનું દિલ મોડલ ટીના થડાની પર આવી ગયું છે. હનિ સીંગ તાજેતરમાં એક ઇવેન્ટમાં તેની નવી ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યો હતો. ઈવેન્ટમાં હની ટીનાનો હાથ પકડેલી જોવા મળી હતી. હની સિંહનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હની સિંહ બીજી ગર્લફ્રેન્સ સાથે જાહેરમાં દેખાયો
મનોરંજનની દુનિયામાં દરરોજ કંઈક નવું થાય છે. ફિલ્મ સ્ટાર્સ ક્યારેક તેમની ફિલ્મોના કારણે તો ક્યારેક તેમના અંગત જીવનના કારણે હેડલાઇન્સમાં રહેતા જોવા મળે છે. ચાહકો પણ તેમના મનપસંદ સ્ટાર્સ સાથે જોડાયેલી દરેક માહિતી પર નજર રાખવા માંગે છે. આવી સ્થિતિમાં, ફિલ્મ રેપ દ્વારા તેને તેની આગવી ઓળખ બતવી હતી. દુનિયામાં પણ તેણે હાથ અજમાવ્યો હતો.જોકે હની સીંગ સાથે છુટાછેડા લેનાર પહેલી પત્નીએ સંધાન પેટે 1 કરોડ રૂપિયાનું ભરણ પોષણ લેઇ સેટલમેન્ટ કર્યું હતું.

હનીએ રિલેશનશિપ ઑફિશિયલ કર્યા
હની ગર્લફ્રેન્ડ ટીનાની સાથે પબ્લિકલી પહેલી જ વાર સાથે જોવા મળ્યો હતો. આ જ કારણે એમ માનવામાં આવે છે કે સિંગરે પોતાના સંબંધો ઓફિશિયલ કરી દીધા છે. ઇવેન્ટમાં હની સિંહ વ્હાઇટ શર્ટ, બ્લેક પેન્ટ તથા બ્લેઝરમાં જોવા મળ્યો હતો. તો ટીના બ્લેક થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં હતો. આ દરમિયાન ટીનાની હેન્ડ બેગ પણ સો.મીડિયા યુઝર્સે નોટિસે કરી હતી. આ બેગની કિંમત અંદાજે અઢી લાખ રૂપિયા હોવાનું અનુમાન છે.

નવી ગર્લફ્રેન્ડ માટે શુભેચ્છાઃ યુઝર્સ
હની તથા ટીનાને સાથે જોઈને સો.મીડિયા યુઝર્સે વિવિધ કમેન્ટ્સ કરી હતી. એક યુઝરે કહ્યું હતું કે નવી ગર્લફ્રેન્ડ માટે દિલથી શુભેચ્છા. અન્ય એકે કહ્યું હતું, ડિવોર્સ થયા ત્યારે જ નવી ગર્લફ્રેન્ડ આવી ને..

Most Popular

To Top