National

રાજસ્થાન પહોંચેલા રાહુલ ગાંધીએ શું કહ્યું કોંગ્રેસના આ બને નેતાઓ વિષે ?

નવી દિલ્હી : છેલ્લા અઠવાડિયાથી રાજસ્થાનમાં (Rajasthan) કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતા અશોક ગહેલોત (Ashok Gehlot) અને સચિન પાઇલોટ (Sachin Pilot) વચ્ચે ચાલેલા આરોપ પ્રત્યારોપ વચ્ચે આજે રાહુલ ગાંધી (Rahul Gandhi) રાજસ્થાન પહોંચ્યા હતા. ભારત જોડો આંદોલનની (Join India movement) પદયાત્રા મધ્ય પ્રદેશથી રાજસ્થાન પહોંચી હતી. ગતરોજ રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સચિન પાયલટને રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા ‘દેશદ્રોહી’ કહેવાનોવિવાદ ખુબજ ગાજ્યો હતો. દરમયાન વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ સોમવારે બંને નેતાઓને પાર્ટીની ‘સંપત્તિ’ ગણાવ્યા હતા.પાયલટ દેશદ્રોહી હોવાના ગેહલોતના નિવેદન પર રાહુલે અહીં કહ્યું હતું કે “કોણે શું કહ્યું હું એમાં પડવા માંગતો નથી”. બંને નેતાઓ ગેહલોત અને પાયલોટ કોંગ્રેસની સંપત્તિ છે. હું તમને ખાતરી આપી શકું છું કે ભારત જોડો યાત્રા પર તેની કોઈ અસર નહીં થાય.

  • બંને નેતાઓ ગેહલોત અને પાયલોટ કોંગ્રેસની સંપત્તિ છે
  • ભારત જોડો યાત્રાની ફિલસુફીની લોકોને જાણ થાય
  • ગેહલોતે પાયલટને ગદ્દાર ગણાવ્યા હતા

ગેહલોતે પાયલટને ગદ્દાર ગણાવ્યા હતા
મુદ્દો ત્યારે ગરમાયો હતો જયારે અશોક ગહેલોતે સચિન પાઇલટને ગદ્દાર શબ્દ કહ્યા હતા. અને કહ્યું હતું કે તેણે વર્ષ 2020માં કોંગ્રેસ વિરુદ્ધ બળવો કર્યો હતો અને રાજ્ય સરકારને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેથી તેને મુખ્યમંત્રી બનાવી શકાય નહીં. ગેહલોતે આ નિવેદન એવા સમયે આપ્યું છે રાજસ્થાનમાં પ્રવેશ કરરનાર રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ‘ભારત જોડો યાત્રા’નું કાઉન્ટડાઉન શરૂ થયું હતું. રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યો હતું કે જો તેઓને તક આપવામાં આવે તો તેઓ અમેઠીમાંથી ફરી ચૂંટણી લડવા માંગશો ત્યારે તેમણે આ સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે,આ પ્રશ્નનો જવાબ એક-દોઢ વર્ષ પછી મળશે અત્યારે હું મારુ સંપૂર્ણ ધ્યાન પ્રવાસ પર કેન્દ્રિત કરી રહ્યો છું.

ભારત જોડો યાત્રાની ફિલસુફીની લોકોને જાણ થાય
વધુમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, હું અમેઠીથી આગામી ચૂંટણી લડીશ કે નહીં? હું ઈચ્છું છું લોકોને ભારત જોડો યાત્રાની ફિલસૂફી ની જાણ થાય ગાંધીએ કહ્યું કે દેશની તમામ સંપત્તિ ત્રણ-ચાર ઉદ્યોગપતિઓના હાથમાં કેન્દ્રિત થવાને કારણે બેરોજગારી વધી રહી છે.તેમને આડકરી રીતે બીજેપી ઉપર નિશાન તાક્યું હતું. અને કોંગ્રેસ આ સમસ્યાના ઉકેલ માટે નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરશે. અને ખાસ કરીને શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રોમાં સરકારી રોકાણને પ્રોત્સાહન આપશે.

Most Popular

To Top