રાયગઢ : છત્તીસગઢના (Chhattisgarh) જિલ્લામાં એક વિચિત્ર ઘટના જોવા મળી. ફિલ્મ (film) ઓ માય ગોડની (OMG) જેમ જ ભગવાનના ધામે નોટિસ (Notice) મોકલવામાં આવી હતી અને જો તે હાજર નહીં થાય તો તેને 10 હજારનો દંડ (Fine) પણ કરવામાં આવ્યો હતો. આ ઘટના વાસ્તવમાં રાયગઢ (Raigarh) મામલતદાર કોર્ટની (Court) છે તેણે ભગવાન શિવની (Lord Siva) પર ઘર ખાલી કરવા માટે નોટિસ મોકલી છે અને સાથે જ કોર્ટમાં આવવા સમન્સ પણ પાઠવ્યું છે. રાયગઢની મામલતદાર કોર્ટે ભગવાન શંકરને નોટિસ જારી કરીને સમન્સ પાઠવ્યું હતું. જો તે ન આવે તો 10 હજાર રૂપિયાનો દંડ અને ઘર ખાલી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. હવે જ્યારે ભગવાન શંકરને કોર્ટમાં હાજર કરવાના હતા તો લોકો મુંઝવણમાં હતા કે તેમને કોર્ટમાં કેવી રીતે લઈ જવા. પરંતુ મંદિર સાથે જોડાયેલા લોકો અને ભક્તોએ અનોખો રસ્તો શોધી કાઢ્યો હતો.
- મામલતદાર કોર્ટે ભગવાન શંકરને નોટિસ જારી કરીને સમન્સ પાઠવ્યું
- જમીન અતિક્રમણ કેસમાં ‘ભગવાન શંકર’ને કોર્ટમામ બોલાવાયા
- કોર્ટમાં હાજર ન રહેતા 10 હજારનો દંડ પણ ફટકાર્યો
- સ્થાનિકો ભેગા મળીને શિવને કોર્ટમાં લઈ ગયા
- કોર્ટમાં જજ જ હાજર ન રહેતા નવી તારીખ આપવામાં આવી
- 13 એપ્રિલે શિવ ફરી કોર્ટમાં હાજર થશે
સ્થાનિક લોકોએ ભગવાન શિવને કોર્ટમાં હાજર કરવા સાપ સાથે મંદિરના શિવલિંગને ઉખાડી નાખ્યું હતું અને રિક્ષામાં બેસીને કોર્ટ પહોંચ્યા. પરંતુ મામલતદાર કોર્ટમાં હાજર ન હતા. તેથી ભગવાન શંકરને પ્રોડક્શનની નવી તારીખ 13 એપ્રિલ મળી છે.
વહીવટીતંત્રના આ પગલાથી લોકો ચોંકી ઉઠ્યા છે
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ હાઈકોર્ટમાં ગેરકાયદે કબજાને લઈને અરજી દાખલ કરવામાં આવી હતી. જે બાદ પ્રશાસને નોટિસ જારી કરી હતી. રાયગઢ શહેરના કૌવાકુંડા સ્થિત શિવ મંદિરને ગેરકાયદે કબજાની ફરિયાદની નોટિસ આપવામાં આવી હતી. નોટિસ ભગવાન શંકરના નામે હતી. તેથી જ આ ઘટનાની ખુબ ચર્ચામાં થઈ રહી છે. પરંતુ કોઈએ વિચાર્યું ન હતું કે ભગવાન શંકરને જડમૂળથી દરબારમાં રજૂ કરવામાં આવશે.