નવી દિલ્હી: (New Delhi) પંજાબ (Punjab) વિધાનસભા (Assembly election) ચૂંટણીની તારીખ (Schedule) આખરે ચૂંટણીપંચ (Election Commission) દ્વારા બદલી નાંખવામાં આવી છે. હવે પંજાબમાં 14 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી 2022 દરમિયાન મતદાન થશે. સંત રવિદાસ જ્યંતીને પગલે લગભગ તમામ રાજનૈતિક પક્ષોએ ચૂંટણી કાર્યક્રમ બદલવા માંગ કરી હતી. મતદાનની તારીખ એક અઠવાડિયું આગળ લંબાવવા વિનંતી કરાઈ હતી.
તમને જણાવી દઈએ કે આ મામલે ચૂંટણી પંચે આજે સોમવારે એક મહત્ત્વની મિટીંગ કરી હતી. આ મિટીંગમાં સીએમ ચરણજીત સિંહ ચન્ની, ભાજપ અને પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીના પત્ર પર વિચાર કરાયો હતો. તમામે ચૂંટણી આયોગને પત્ર લખી 16 ફેબ્રુઆરીએ ગુરુ રવિદાસ જ્યંતીને પગલે મતદાનની તારીખ લંબાવવા માંગ કરી હતી. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને અલગ અલગ પત્ર લખ્યો હતો. બહુજન સમાજ પાર્ટીએ પણ આ માંગણીને સમર્થન આપ્યું હતું.
ભાજપે ચૂંટણી પંચને પત્રમાં લખ્યું હતું કે, પંજાબમાં ગુરુ રવિદાસજીમાં આસ્થા ધરાવતા દલિત સમાજના ખૂબ લોકો રહે છે. રાજ્યમાં અનુસૂચિત જાતિની જનસંખ્યા 32 ટકા છે. તેઓ દલીલ કરી કે લગભગ 20 લાખ વસતિને મતદાન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ગુરુ પર્વની ઉજવણીમાં ભાગ લેવા માટે પંજાબથી મોટી સંખ્યા લોકો વારાણસી જશે. તેથી તેઓ મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ શકે તેવી શક્યતા ઓછી છે. તેથી મતદાનની તારીખો લંબાવવી જોઈએ, જેથી મોટી સંખ્યામાં આ સમુદાયના લોકો વોટ કરી શકે.
પંજાબમાં કેમ ચૂંટણી ટાળવાની માંગ થઈ?
પત્રમાં લખ્યું હતું કે 16 ફેબ્રુઆરીએ ગુરુ રવિદાસ જ્યંતિનો પાવન પર્વ છે. 16 ફેબ્રુઆરી એ શ્રી ગુરુ રવિદાસજીની 645મી જન્મજયંતિ છે. આ સ્થળ ઉત્તર પ્રદેશના બનારસમાં છે. જન્મજયંતિના દિવસે પંજાબના લોકો દર્શનની ઈચ્છા સાથે 13-14 ફેબ્રુઆરીના રોજ વિશેષ ટ્રેનો દ્વારા રવાના થશે. પંજાબમાં 14 ફેબ્રુઆરીએ મતદાન છે અને લોકો 16 પછી એક-બે દિવસ પાછા ફરશે. તેથી તે મતદાનમાં ભાગ લઈ શકશે નહીં. આવી સ્થિતિમાં જો રાજ્યમાં મતદાન થાય તો તે લોકોમત આપશે નહીં અને તેઓ મતદાનના અધિકારથી વંચિત રહી જશે. આવી સ્થિતિમાં લાખો લોકો તેમના જન્મસ્થળ ગોવર્ધનપુરની મુલાકાત લે છે.