SURAT

નિયોલ પાટિયા પાસે લક્ઝરી બસમાંથી 1.67 કરોડનું એમડી ડ્રગ્સ પકડાયું

સુરત : પૂણા (Puna) અને સારોલી (Saroli) પોલીસને 1.67 કરોડનું એમડી ડ્રગ્સ (MD Drugs) પકડી પાડવામાં સફળતા મળી છે. તેમાં પૂણા અને સારોલી પોલીસ દ્વારા મુંબઇથી આવી રહેલી બસના ચેકિંગ (Bus Checking) દરમિયાન કાળા રંગની શંકાસ્પદ બેગ (Beg) મળી આવી હતી. તેમાં અફઝલ ઉર્ફે ગુરૂ સૈયદ એ માદક દ્રવ્ય ભરેલી બેગ તેની હોવાની કબૂલાત કરી લીધી હતી. આ બેગમાં 1.67 કિલો એમડી ડ્રગ્સ હોવાની કબૂલાત અફઝલ દ્વારા કરવામાં આવી હતી. જેની બજાર કિંમત પોણા બે કરોડની આસપાસ થાય છે. દરમિયાન આ માલની ડિલીવરી રેલવે સ્ટેશન પર આપવાની હતી.

સુરતમાં જે રીતે એમડી ડ્રગ્સ વેચાઇ રહ્યુ છે તેની સામે પોલીસ હાલમાં લાચાર
આ ડિલીવરી મોબાઇલ ફોન કરીને જે વ્યક્તિ લેવા આવે તેને આપવામાં આવી હતી. નિયોલ ચેક પોસ્ટ પર આ માલ પકડાયો હોવાની વિગત જાણવા મળી છે. સુરતમાં જે રીતે એમડી ડ્રગ્સ વેચાઇ રહ્યુ છે તેની સામે પોલીસ હાલમાં લાચાર બની ગઇ છે. અલબત પોલીસ દ્વારા આટલા મોટા પ્રમાણમાં એમડી ડ્ગ્સ પકડવુ તે મોટી સફળતા માનવામાં આવી રહી છે. હાલમાં સારોલી અને પૂણા પોલીસ પાસેથી આ તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લઇ લેવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. આ જથ્થો રાજસ્થાનથી મુંબઇ લાવવામાં આવ્યો હતો. ત્યાંથી સુરત ડિલીવરી કરવામાં આવી હતી.

શહેરમાં ડ્રગ્સના નેટવર્ક પાછળ કામગીરી કરનાર એસઓજી પીએસઆઈ બદલાયા
રાજ્યમાં આજે વધુ 20 પોલીસ સબ ઇન્સપેક્ટરોની બદલીના ઓર્ડર કરાયા હતા. જેમાં એસઓજીમાં ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને ભાંગી પાડનાર પીએસઆઈ વીસી જાડેજાની પણ આ ઓર્ડરમાં બદલી થઈ હતી.
વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્ય સરકાર દ્વારા પોલીસ અને મહેસૂલી વિભાગોમાં બદલીના ગંજીપા ચીપાઈ રહ્યા છે. બદલીઓના આ દોરમાં અનેક પીઆઈ અને પીએસઆઈની બદલીઓ થઈ છે.

રાજ્ય સરકારે વધુ 20 પીએસઆઈની બદલીના હુકમ કર્યા
આજે રાજ્ય સરકારે વધુ 20 પીએસઆઈની બદલીના હુકમ કર્યા હતા. જેમાં સુરતમાંથી 7 પીએસઆઈની બદલી થઈ છે. આ બદલીઓમાં એસઓજીમાં ફરજ બજાવનાર પીએસઆઈ વી.સી. જાડેજાની ભાવનગરમાં બદલી કરાઈ છે. જ્યારે જી.બી. આહિરની તાપી-વ્યારા, કે.એ. સાવલીયાએ પોરબંદર, પી.સી. ઝાલાની સુરેન્દ્રનગર, ડી.સી. કેવડીયાની સીઆઈડી, વાય.પી. હડિયા અને ડી.એચ. વાળાની જુનાગઢ બદલી કરાઈ છે. એસઓજી પીએસઆઈ જાડેજાનો સુરતમાં ગાંજો, ચરસ અને ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને ભાંગવામાં સૌથી મોટો ફાળો રહેશે. તેમના દ્વારા સૌથી વધારે એનડીપીએસના કેસ કરાયા છે.

Most Popular

To Top