Charchapatra

ગૌરવવંતી ગુજરાતણો

ઓલિમ્પિકમાં 1936માં કુસ્તીમાં એક ગુજરાતી શંકરરાવ થોરાટ હતા અને ત્યારબાદ 1960માં હોકી ખેલાડી ગુજરાતના ગોવિંદરાવ સાવંત હતા. ત્યારબાદ 60 વર્ષનો શુન્યાવકાશ.. ગુજરાતમાં સર્જાયો. હમણાં 25 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર ટોકિયો ઓલિમ્પિકમાં ગુજરાતની છ મહિલા સ્પર્ધા માટે કવોલિફાય થઇ તે આનંદ અને ગૌરવની વાત જણાય. સિલ્વર પદક વિજેતા ભાવિના પટેલ જન્મ 6 નવેમ્બર 1986 (પેરા ટેબલ ટેનિસ), પારૂલ પરમાર જન્મ 30 માર્ચ (પેરા બેડમિન્ટન), સોનલ પટેલ જન્મ 20 માર્ચ 1973 (પેરા ટેબલ ટેનિસ), ઇલા વેનીસ વલારીવાન જન્મ 2 ઓગસ્ટ 1999 (શુટિંગ), અંકિતા રૈના જન્મ 11 જાન્યુઆરી 1993 (ટેનિસ), માના પટેલ જન્મ 18 માર્ચ 2000 (સ્વિમિંગ). ગુજરાત સરકારે પ્રત્યેક ખેલાડીને પ્રોત્સાહિત પુરસ્કાર રૂપિયા 10 લાખ અને મેડલ વિજેતાને રૂપિયા 3 કરોડ આપી યોગ્ય સન્માન કર્યું. શ્રેષ્ઠ પ્રદર્શન માટે ગુજરાતની જનતા પણ હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.
અમદાવાદ                  – અરૂણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top